શોધખોળ કરો

Samdhiyala Double Murder Case: બે પોલીસ અધિકારી સસ્પેન્ડ, સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર ચક્કાજામ, મહિલાઓએ લીધા છાજીયા

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ સાથે બેઠક અને સમીક્ષા બાદ એક્શન લેવામાં આવ્યા છે. કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર: ચુડા તાલુકાના સમઢીયાળા ગામે થયેલ ડબલ મર્ડર મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ સાથે બેઠક અને સમીક્ષા બાદ એક્શન લેવામાં આવ્યા છે. કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત  સ્પેશિયલ વકીલની નિમણુક કરવામાં આવશે. જ્યારે ફરજ પર બેદરકારી દાખવનાર ચુડાના તત્કાલીન પીએસઆઈ જે.બી.મીઠાપરા અને હાલના ચુડા મહિલા પીએસઆઈ ટી.જે.ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હત્યાના તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી મૃતકના પરિવારજનોએ ન્યાય આપવાની રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાતરી આપી છે. અલગ અલગ ટીમો બનાવી ખુબ જ ઝડપથી તમામ આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ હત્યાની ઘટનાને પગલે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર અનુ. જાતિ સમાજના યુવાનો અને આગેવાનોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર બેસી ચક્કાજામ કરી ડબલ હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે. ચક્કાજામને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ચક્કાજામ કરી રહેલ લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Samdhiyala Double Murder Case: બે પોલીસ અધિકારી સસ્પેન્ડ, સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ પર ચક્કાજામ, મહિલાઓએ લીધા છાજીયા

આ ઉપરાંત સુરેન્દ્રનગર મુખ્ય સરકારી ગાંધી હોસ્પિટલના પીએમ રૂમ બહાર મૃતકના પરિવારજનોએ અને સમાજની મહિલાઓએ રોષ દાખવ્યો છે. મહિલાઓએ છાજીયા લઈ તમામ આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરી છે. મોટી સંખ્યામાં મહિલાઓએ પીએમ રૂમ બહાર છાજીયા લઈ તંત્ર સામે રોષ દાખવ્યો છે. જમીન બાબતના મનદુઃખમાં ગઈકાલે જૂથ અથડામણમાં બે સગા ભાઈઓના સારવાર દરમિયાન મોત નિપજતા ડબલ હત્યામાં પરિણમ્યો હતો.

શક્તિસિંહ ગોહિલે ડબલ મર્ડરની ઘટના મામલે શું કહ્યું

સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે થયેલા લોહિયાળ જંગમાં બે સગા ભાઇઓના મોત થયા છે. આ મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ધટના પહેલા પીડિત પરિવારે ગૃહમંત્રી હર્ષસંઘવીને અરજી કરીને લેખિતમાં પોલીસનું રક્ષણ માગ્યું હતું પરંતુ રક્ષણ  ન મળતા આખરે બંને સગા ભાઇઓ આ દુશ્મનીનો ભોગ બન્યા. તેમણે જણાવ્યું કે, સામાજિક સમરસતા ડોહળાઇ રહી છે. જો ગુજરાત પોલીસને આદેશ અપાયા હોત અને  થોડી સતર્કતા દાખવવામાં આવી હોત તો આ ઘટના ન બની હોત અને બંને ભાઇની જિંદગી બચી જાત

આ ઘટનાને લઇને  હોસ્પિટલ પહોંચેલા ભાજપના ધારાસભ્યનો પરિવારજનો અને સમાજના લોકોએ વિરોધ કર્યો છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા તેમજ પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત સાથે હોસ્પિટલ પહોંચ્યા આ સમયે પીડિત પરિજનોએ રોષ પ્રગટ કર્યો હતો.     

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial     

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Morbi Ceramic Industry : મોરબીના સિરામીક ઉદ્યોગમાં મંદીથી ઉદ્યોગકારો ચિંતિતBanaskantha News: વડગામના કારમાં સળગેલી લાશનો ભેદ ઉકેલાયો, ફિલ્મની જેમ વીમો પકવવા ઘડ્યો પ્લાનMehsana News: કડીમાં કચરાગાડી બની શબવાહિની, કેનાલમાંથી મળેલા મૃતદેહને ટિપ્પરવાનમાં PMમાં ખસેડાઈRajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 
Embed widget