શોધખોળ કરો

Dang: સાપુતારામાં પ્રવાસીઓની મીની ટેમ્પો રોપવે કેબિનમાં ઘુસી જતાં મચી અફરાતફરી

ડાંગ: ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે ચોંકાવનારી ઘટના બની છે. ગુજરાતના ફેમસ હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં પ્રવાસીની મીની ટેમ્પો ટ્રાવેલર રોપવે કેબિનમાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ડાંગ: ગુજરાતના ગિરિમથક સાપુતારા ખાતે ચોંકાવનારી ઘટના બની છે. ગુજરાતના ફેમસ હિલસ્ટેશન ગણાતા સાપુતારામાં પ્રવાસીની મીની ટેમ્પો ટ્રાવેલર રોપવે કેબિનમાં ઘુસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  સાપુતારાના ટેબલ પોઈન્ટ ઉપર પ્રવાસીઓ સનસેટ નિહાળીને નીચે ઉતરતા હતા તે વેળાએ વાહન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બેકાબુ બનેલ મીની ટેમ્પો ટ્રાવેલર રોપવેના કેબિનમાં ઘુસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ રોપ-વે કેબીનના બંને કર્મચારીઓમાં એકને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે જ્યારે એકના બંને પગ ફેકચર થતાં સ્થળ પર અફરાતફરી મચી હતી. અન્ય પ્રવાસીઓને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા સાપુતારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. આ પ્રવાસીઓ મહારાષ્ટ્રના હોવાની વાત સામે આવી છે.

 સૌરાષ્ટ્ર - કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજુ કરી કામો કરાવે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વડોદરા શહેરની 5 બેઠક પર ભાજપને જીત મળતાં ચૂંટાયેલા પાંચેય ધારાસભ્યોનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 76 વર્ષીય ધારાસભ્ય યોગેશ પટેલે  પાંચેય ધારાસભ્ય ને એકજુટ થવા કરી અપીલ કરી હતી. તેમણે કામ કઢાવવા માટે ખુલીને બોલવાની સાથી ધારાસભ્યોને સલાહ આપી હતી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કાઠીયાવાડના ધારસભ્યોની જેમ એકજૂટ થઈ પ્રજાના કાર્યો માટે રજૂઆત કરવા કરી અપીલ કરી હતી. આપણે ટીકીટ કપાઈ જશે એમ વિચારીએ છીએ પણ આપણે એકજુટ થવું પડશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે વડોદરાના એકપણ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરવામાં આવ્યો.

ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીની ટુકડા કરીને ફેંકી દીધા

ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

પીડિતાની ઓળખ રૂબિકા પહાદીન તરીકે કરવામાં આવી હતી, જેની કથિત રીતે તેના પતિ દિલદાર અન્સારીએ હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે રૂબિકા દિલદારની બીજી પત્ની હતી અને બંને છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન પોલીસે રૂબિકાનો વિકૃત મૃતદેહ મેળવ્યો.

શરીરના ટુકડા કર્યા

પોલીસને શંકા છે કે આરોપીઓએ મહિલાના શરીરના અનેક ટુકડા કરવા માટે ઇલેક્ટ્રિક કટર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ કર્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

ભાજપે રાજ્ય સરકારને ઘેરી હતી

આ ઘટનાથી રાજકીય પક્ષો વચ્ચે શાબ્દીક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. ભાજપે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહદેવે જણાવ્યું હતું કે, "હેમંત સરકારના કાર્યકાળમાં દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. લઘુમતી સમુદાયના કેટલાક લુચ્ચા લોકો સતત દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget