LIVE:'કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબ્જામાં ગયો : PM મોદી
આજે, એક કૃતજ્ઞ રાષ્ટ્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી, સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 31 ઓક્ટોબરના રોજ, સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે.
LIVE

Background
ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના એકતા નગરમાં એક ભવ્ય સમારોહ યોજાઇ રહ્યો છે.એકતા નગરમાં આયોજિત પરેડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સલામી લેશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ જ યોજાઈ રહ્યી છે.
આજે, સમગ્ર કૃતજ્ઞ રાષ્ટ્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. આજે, એટલે કે ૩૧ ઓક્ટોબરના રોજ, સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યું છે. ગુજરાતના એકતા નગરમાં પ્રજાસત્તાક દિવસની પરેડની જેમ એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરેડની સલામી લેશે. નર્મદા જિલ્લાના એકતા નગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આયોજિત ભવ્ય સમારોહ દરમિયાન, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આપી હતી. . કૃતજ્ઞ રાષ્ટ્ર વતી લોખંડી પુરુષને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી, પીએમ મોદી એકતા દિવસના શપથ પણ લેવડાવ્યાં.
આ કાર્યક્રમ પહેલા ગુરુવારે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક ઉત્સવનો પણ સમાવેશ થશે. સુરક્ષા દળો પણ રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લેશે, જેમાં તેમની કુશળતા, શિસ્ત અને બહાદુરીનું પ્રદર્શન કરવામાં આવશે.
આ પરેડ પ્રજાસત્તાક દિવસની જેમ યોજાશે. ગુજરાત સરકારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૮૨ મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ આપશે અને પછી લશ્કરી કર્મચારીઓની પરેડમાં સલામી લેશે. સમારંભનું મુખ્ય આકર્ષણ સશસ્ત્ર દળોની "પ્રજાસત્તાક દિવસ-શૈલી" પરેડ હશે, જેમાં સુશોભન ટેબ્લો પણ શામેલ હશે. પરેડ દરમિયાન રાજ્ય ટેબ્લો સહિત દસ ટેબ્લો રજૂ કરવામાં આવશે. ગુજરાતની ટેબ્લો દેશને એક કરવામાં સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને પ્રદર્શિત કરશે.
વિવિધ રાજ્યોના ટેબ્લોનો સમાવેશ થશે.
રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં NSG, NDRF, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને પુડુચેરીના 10 ટેબ્લોનો સમાવેશ થશે, જે "વિવિધતામાં એકતા" થીમ પર આધારિત હશે. 900 કલાકારો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતના શાસ્ત્રીય નૃત્યો રજૂ કરવામાં આવશે, જે ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધિ અને વિવિધતાને પ્રતિબિંબિત કરે છે
દેશને નકસલવાદ મુક્ત કરીને જ રહીશું: PM મોદી
પીએમ મોદીએ નકસલવાદ પર પ્રચંડ પ્રહાર કર્યા, તેમણે આ અવસરે દેશને નકસલવાદથી મુક્ત કરવાનો સંકલ્પ દોહરાવ્યો. તેમણે કહ્યું કે, “દરેક ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢીશું,લોકતંત્રમાં મતભેદ હોય પણ મનભેદ ન હોવું જોઈએ. કેટલાક લોકો દેશહિતની જગ્યાએ પોતાના સ્વાર્થને ઉપર રાખે છે”દેશના દરેક પીએમનું મ્યુઝિયમ બનાવ્યું
દુનિયાએ ઓપરેશન સિંદૂર જોયુંઃPM
પીએમ મોદીએ રાષ્ટ્રીય એક્તા દિવસ પર સંબોધન કરતા ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે, દુશ્મનોને ભારત ઘરમાં ઘૂસીને મારે છે, પહલગામના હુમલાનો બદલો આપણી સેનાએ કેવી રીતે લીધો દેશે અને દુનિયાને જોયું છે”




















