શોધખોળ કરો
Advertisement
ગુજરાત: કંડલા બંદર નજીક એક ટાપુ પરથી મળ્યો ભારતમાં પ્રતિબંધિત સેટેલાઈટ ફોન
ગુજરાતમાં કંડલા પોર્ટ નજીકના એક ટાપુ પરથી ભારતમાં પ્રતિબંધિત સેટલાઈટ ફોન થુરાયા મળી આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ સેટેલાઈટ ફોનને લઈને આ મામલે તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ: ગુજરાતમાં કંડલા પોર્ટ નજીકના એક ટાપુ પરથી ભારતમાં પ્રતિબંધિત સેટલાઈટ ફોન થુરાયા મળી આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ સેટેલાઈટ ફોનને લઈને આ મામલે તપાસ હાથ ધરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા સેટેલાઈટ ફોન મળવાથી સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે.
ગુજરાતના કંડલા બંદર નજીકથી છાન નામના ટાપુ પરથી થુરાયા સેટેલાઈટ ફોન મળી આવ્યો છે. આ સેટેલાઈટ ફોન નવો છે અને પેકેટ બંધ છે. સેટેલાઈટ ફોન જ્યારે મળી આવ્યો ત્યારે તે ચાલુ હાલતમાં હતો. દરિયામાં ઈબ્રાહિમ નામનો માછીમાર માછલી પકડવા ગયો હતો. જ્યારે તે થોડી વાર માટે છાન નામના ટાપુ પર રોકાયો તો તેને પેકેટમાં બંધ આ સેટેલાઈટ ફોન મળ્યો હતો. ઈબ્રાહિમે સમજદારી બતાવતા સેટેલાઈટ ફોન સુરક્ષા એજન્સીઓના હવાલે કરી દીધો છે.
પોલીસના સૂત્રો અનુસાર આ ઘટના સોમવાર બપોરની છે. માછીમાર માછલી પકડવા છાન નામના ટાપુ પર પહોચ્યો હતો. કંડલા બંદર અમદાવાદથી સાડા પાંચ કલાકના અંતરે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રઆરીના અમદાવાદ પહોંચવાના છે. ટ્રમ્પની અમદાવાદ યાત્રાના એક સપ્તાહ પહેલા સેટેલાઈટ ફોન મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement