શોધખોળ કરો

કોરોના સંક્રમણને પગલે સૌરાષ્ટ્રના કયા પ્રસિદ્ધ યાત્રાધામમાં બજારો આગામી 10મી મે સુધી રહેશે બંધ?

યાત્રાધામ દ્વારકાની બજારો આગામી 10 મે સુધી બપોર બાદ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાતની દુકાનો ચાલુ રહેશે. આ ઉપરાંત કલ્યાણપુરના ભાટિયા ગામે પણ આગામી 10 મે સુધી બજારો આખો દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે.

દ્વારકાઃ દ્વારકામાં આગામી દસ તારીખ સુધી સ્વૈચ્છિક લોકડાઉન વધારાયું છે. યાત્રાધામ દ્વારકાની બજારો આગામી 10 મે સુધી બપોર બાદ બંધ રહેશે. માત્ર જીવન જરૂરિયાતની દુકાનો ચાલુ રહેશે. આ ઉપરાંત કલ્યાણપુરના ભાટિયા ગામે પણ આગામી 10 મે સુધી બજારો આખો દિવસ સ્વૈચ્છિક બંધ રહેશે.

મધ્ય ગુજરાતના આ ગામડાઓમાં આજથી 9 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર

દાહોદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે હવે ગામડાઓ જાતે સતર્ક બની રહ્યા છે. દાહોદ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે ગામડાઓ સતર્ક બન્યા છે. ફતેપુરા ગામ, કરોડીયા પુર્વ, બજાર ૧ મે શનિવારથી ૯ મે રવિવાર સુધી ૯ દિવસ સંપુર્ણ લોકડાઉન રહેશે. દુધની દુકાન  સવારે ૭ વાગ્યા  સુધી તથા સાંજે ૫ થી ૬ સુધી ખુલ્લી રહેશે. ફતેપુરા, કાળીયા-વલુન્ડા, કરોડીયા પુર્વ  ગ્રામપંચાયતોના સંયુક્ત પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજ્યમાં કોરોનાના નવા 14605 કેસ, 10 હજારથી વધુ સાજા થયા, 173 લોકોના મોત 

રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14605 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા 5 દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 173 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 7183  પર પહોંચી ગયો છે. 

રાજ્યમાં આજે 10180 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,18,548 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 142046   પર પહોંચ્યો છે. જેમાંથી 613 લોકો વેન્ટિલેટર પર અને 141433 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 73.72  ટકા છે. 

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, રાજકોટ કોર્પોરેશ 14, મહેસાણા-3, જામનગર કોર્પોરેશન- 9,   જામનગર-8, ભાવનગર કોર્પોરેશન 5, સુરત 7, દાહોદ 3, વડોદરા 6,   બનાસકાંઠા 1, પાટણ 2, ભાવનગર 5, સુરેન્દ્રનગર-7, અમરેલી 2, ખેડા 0,   ગાંધીનગર કોર્પોરેશન-2, ગાંધીનગર-2, સાબરકાંઠા 9, કચ્છ 5, નવસારી 0, જૂનાગઢ કોર્પોરેશન 3, જૂનાગઢ 5, ભરૂચ 2, આણંદ 0, મહીસાગર 2, વલસાડ 4, અરવલ્લી 2, નર્મદા 0, પંચમહાલ 2, ગીર સોમનાથ 0, તાપી 0. મોરબી 3, છોટા ઉદેપુર 1, પોરબંદર 1, અમદાવાદ 0, દેવભૂમિ દ્વારકા 2, રાજકોટ 3, ડાંગ 0 અને બોટાદ 3 મોત સાથે કુલ 173 લોકોના મોત થયા છે. 

ક્યાં કેટલા કેસ નોંધાયા  ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5391, સુરત કોર્પોરેશન-1737, વડોદરા કોર્પોરેશન-654, રાજકોટ કોર્પોરેશ 621, મહેસાણા-516, જામનગર કોર્પોરેશન- 396,   જામનગર-352, ભાવનગર કોર્પોરેશન 300, સુરત 274, દાહોદ 268, વડોદરા 267,   બનાસકાંઠા 234, પાટણ 233, ભાવનગર 212, સુરેન્દ્રનગર-211, અમરેલી 197, ખેડા 179,   ગાંધીનગર કોર્પોરેશન-169, ગાંધીનગર-162, સાબરકાંઠા 161, કચ્છ 157, નવસારી 142, જૂનાગઢ કોર્પોરેશન 138, જૂનાગઢ 134, ભરૂચ 133, આણંદ 132, મહીસાગર 129, વલસાડ 126, અરવલ્લી 119, નર્મદા 118, પંચમહાલ 114, ગીર સોમનાથ 111, તાપી 99, મોરબી 94, છોટા ઉદેપુર 89, પોરબંદર 49, અમદાવાદ 48, દેવભૂમિ દ્વારકા 48, રાજકોટ 42, ડાંગ 35 અને બોટાદ 14 કેસ સાથે કુલ 14605 કેસ નોંધાયા છે. 

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 96,94,767 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 23,92,499 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,20,87,266 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Dwarka Rain | ખંભાળિયામાં વિવિધ વિસ્તારોમાં ખાબક્યો કરા સાથે વરસાદ, જુઓ સ્થિતિ વીડિયોમાંGujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp AsmitaGir Somnath | કોડીનારની ખાનગી સિમેન્ટ કંપનીમાં ઘુસ્યો સિંહ પરિવાર, વનવિભાગ એક્શનમાંParesh Goswami | આગામી 24 કલાકને લઈને હવામાન નિષ્ણાંતે શું કરી મોટી આગાહી? | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
પારો 45 ડિગ્રીને પાર કરી શકે છે, ભારત હીટવેવનો સામનો કરવા માટે કેટલું તૈયાર છે?
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
World Hypertension Day: હાઈ બ્લડ પ્રેશરનાં હોય છે 4 સ્ટેજ, ચોથા સ્ટેજમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ રહે છે, જાણો અન્ય સ્ટેજમાં શું થાય
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
MDH અને Everest મસાલા પર નેપાળે લગાવી દીધો પ્રતિબંધ, બ્રિટને પણ ભારતીય માસાલ માટે નિયમો કડક બનાવ્યા
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
સૂરજદેવ હજુ વધુ આકરા થશે! આ રાજ્યોની હાલત સૌથી વધુ ખરાબ થવાની, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?
આ છે 10 કોમન Password અને PINs છે, સેકન્ડોમાં થઈ જાય છે ક્રેક, જુઓ ક્યાંક તમે તો આ પાસવર્ડ કે પિન નથી રાખ્યો ને?
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
IPL 2024 Playoffs: કોલકાતા, રાજસ્થાન અને હૈદરાબાદ પ્લેઓફ માટે ક્વોલિફાય, હવે ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
CBSE બોર્ડે વેરિફિકેશન-રિવેલ્યુએશન શેડ્યૂલ બહાર પાડ્યું, પરિણામથી સંતોષ ન હોય તેવા વિદ્યાર્થીઓ આ તારીખ સુધી કરી શકશે અરજી
Embed widget