નર્મદાઃ પ્રદેશ ભાજપની કારોબારી બેઠકમાં CM રૂપાણીએ કહ્યુ- 'ભાજપનો એક એક કાર્યકર પ્રશાંત કિશોર'
કારોબારી બેઠકમાં કેંદ્ર સરકારની સાત વર્ષની કામગીરી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો
નર્મદાઃ નર્મદાના કેવડિયા કોલોની ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. ભાજપની કારોબારી બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ ,મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. કારોબારી બાદ સીઆર પાટીલે કહ્યું હતું કે હવે અમે ઈલેકશન મોડમાં આવી ગયા છીએ. ટૂંક સમયમાં પ્રમુખ, મહામંત્રીઓ જિલ્લામાં પ્રવાસ શરૂ કરશે.
આજરોજ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકના સમાપન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp એ કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં. pic.twitter.com/G2yNZlIlsy
— BJP Gujarat (@BJP4Gujarat) September 2, 2021
કારોબારી બેઠકમાં કેંદ્ર સરકારની સાત વર્ષની કામગીરી પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો હતો.પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 43 કરોડ ચાર લાખ ખાતા ખોલવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ખાતાઓમાં એક લાખ 46 હજાર 230 કરોડ રૂપિયા જમા છે.
गुजरात प्रदेश भाजपा कार्यसमिति की बैठक को आज केवड़िया में सम्बोधित किया। प्रधानमंत्री श्री @narendramodi के नेतृत्व में देश में गरीब, किसान और जवान के कल्याण और विकास के लिए समर्पित सरकार काम कर रही है। विकास के साथ जनता के प्रति जवाबदेही ने भाजपा के प्रति जनविश्वास को बढ़ाया है। pic.twitter.com/zuNYVsQE6R
— Rajnath Singh (@rajnathsingh) September 2, 2021
મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોનાની સ્થિતિમાં સરકારે કરેલી કામગીરી ગણાવી હતી. રૂપાણીએ કહ્યુ કે, આપત્તિમાં પણ આપણે અવસર જેવુ કામ કર્યું છે. કોરોના કાળમાં આપણે ભાગ્યા નથી, આપણે લોકોની સાથે રહ્યા છીએ. ગુજરાત કૉંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી પર પ્રહાર કરતા રૂપાણીએ કહ્યું કે, કૉંગ્રેસની સ્થિતિ ખરાબ છે એટલે રણનીતિકાર તરીકે પ્રશાંત કિશોરને શોધે છે, પણ ભાજપનો એક એક કાર્યકર પ્રશાંત કિશોર છે.
કેવડિયા ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારી બેઠકમાં તમામ કાર્યકર્તાઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ કાર્યક્રમમાં સંબોધન કર્યું. pic.twitter.com/DUv9DKiRzz
— BJP Gujarat (@BJP4Gujarat) September 2, 2021
દરમિયાન સીઆર પાટીલે સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરતા ભાજપના નેતાઓને ટકોર કરી હતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો. પાટીલે કહ્યું કે, ગુજરાત ભાજપના નેતાઓને 10 હજાર ટેબલેટ આપવામાં આવશે. પ્રથમ વખત કારોબારી પેપરલેસ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, હવે અમે ઇલેકશન મોડ મા આવી ગયા છીએ. ચૂંટણી જીતવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવશે. એક વર્ષથી પાર્ટીએ નક્કી કર્યું છે કે સહકારી ક્ષેત્રની તમામ ચૂંટણીઓ આપડે લડીશું. પાટીલે પેજ નેતાઓને પેજ કમિટી અને પેજ પ્રમુખો સહિત સક્રિય સભ્યોને સક્રિય કરવા સંદેશ આપ્યો હતો. પાટીલે કહ્યું કે વડાપ્રધાન મોદીના જન્મદિવસે 71 હજાર વૃક્ષો વાવવામાં આવશે