શોધખોળ કરો

રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી.

Shankracharya Supports Rahul Gandhi on Hindu Statement: રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદન મામલે શંકરાચાર્ય સમર્થનમાં આયા છે. ઉત્તરાખંડ જ્યોતિષ મઠના શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું, મે રાહુલ ગાંધીનું સંસદમાં આપેલું નિવેદન સાંભળ્યું છે. જે વાત થઈ રહી છે તેઓ આવું કાંઈ કહી નથી રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું હિન્દુ ધર્મમાં હિંસાને સ્થાન નથી. તેમની ઉપર આરોપ લગાવવો કે તેમણે હિન્દુધર્મની વિરૂદ્ધ નિવેદન આપ્યું એ દુષ્પ્રચાર છે. તેમના નિવેદનના એક જ ટુંકડાને વાયરલ કરવો અપરાધ છે. આવું કરવા વાળાને પણ દંડ કરવો જોઈએ. રાહુલ ગાંધીએ જે વાત કરી જ નથી તે વાત પર તેમને દોષી માનવા ખોટું છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે હિન્દુધર્મમાં હિંસાને સ્થાન નથી અને એમનું નિવેદન માત્ર એક પાર્ટીના લોકો માટે હતું.

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આ 1 મિનિટના વિડિયોને કોંગ્રેસ પાર્ટી દ્વારા તેના સોશિયલ મીડિયા X પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે, "અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે પણે કહી રહ્યા છે કે, હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય પણ હિંદુ ધર્મ વિરુદ્ધ વાત કરી રહ્યા નથી. રાહુલ ગાંધીના સંપૂર્ણ નિવેદનમાંથી અડધા નિવેદનનો ભાગ ફેલાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર ગુનો છે. અને આવુ કરનારને સજા થવી જોઈએ.

1લી જુલાઈના રોજ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, "જે લોકો પોતાને હિંદુ માને છે, તેઓ 24 કલાક હિંસા અને નફરત ફેલાવતા રહે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે, સત્યને સાથ આપવો જોઈએ, તેનું સમર્થન કરવું જોઈએ." રાહુલ ગાંધીએ સંસદના વિશેષ સત્ર દરમિયાન આપેલા નિવેદનમાં હિન્દુ વિરોધી વાત કરવામાં આવી નથી. 

સાચો હિંદુ એ છે જે ગાયના રક્ષણ માટે કાયદો લાવે:  શંકરાચાર્ય 

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અગાઉ રાહુલના નિવેદન પર કહ્યું હતું કે, કોઈપણ રાજકીય પક્ષ સાચો હિંદુ હિતેચ્છુ નથી. કારણ કે, કોઈ પણ રાજકીય પક્ષ હિંદુ ધર્મમાં માતાનો દરજ્જો ધરાવતી 'માતા ગાય' માટે હજુ સુધી 'ગાય સંરક્ષણ કાયદો' લાવી નથી શકી. રાહુલ ગાંધી સંસદમાં જે કહે છે તે રાજકીય નિવેદન છે, પરંતુ સાચો હિંદુ તે છે, જે ગાય સંરક્ષણ કાયદો લાવે.

રામ મંદિરના મુહૂર્તને લઈને શંકરાચાર્યોએ ઉઠાવ્યા હતા સવાલ

અગાઉ શંકરાચાર્યોએ અલગ-અલગ કારણો દર્શાવીને રામ મંદિરનું ઉદ્ઘાટન ટાળવા કહ્યું હતું. જો કે પછીથી શંકરાચાર્યોએ પણ રામલલા પ્રાણ પ્રતિષ્ઠાને સમર્થન પણ આપ્યું છે. આ પહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, મંદિર હજુ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થયું નથી અને તે પહેલા પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. અધૂરામાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget