શંકરસિંહે રાજ્યસભામાં જેમને હરાવવા ધમપછાડા કરેલા એ અહેમદ પટેલના વખાણ કરી શું કહ્યું?
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે. હવે કોંગ્રેસનું જી-23 જૂથ ફરી સક્રીય થયું છે. આ જૂથની બેઠક ગુલામ નબી આઝાદને ત્યાં મળી હતી.
ગાંધીનગર: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે. હવે કોંગ્રેસનું અસંતુષ્ટ જૂથ જે જી-23ના નામે પણ ઓળખાય છે તે ફરી સક્રીય થયું છે. આ જૂથની બેઠક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને ત્યાં મળી હતી. તેમા ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ભાગ લીધો હતો. શંકર સિંહ વાઘેલા ફરી કોંગી નેતાઓ સાથે સંપર્કમાં આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે તેઓ ફરી કોંગ્રેસમાં પરત ફરશે. જો કે આ બધી અટકળો વચ્ચે શંકર સિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, આજે હોલિકા દહનનો પવિત્ર તહેવાર તમામના પરિવાર સ્વસ્થ રહે તેવી પ્રાર્થના. આ ઉપરાંત કોંગ્રેસના પણ તમામ પ્રોબ્લેમનું દહન થાય તેવી પ્રાર્થના. રાહુલ ગાંધી વિશે તેમણે કહ્યું કે તેઓ સારા વ્યક્તિ છે, ઓપન વ્યક્તિ છે. શંકરસિંહે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટે અંગે પણ ટિપ્પણી કરી, તેમણે કહ્યું, હું અહેમદ પટેલની સાથે રહ્યો છું. દિલ્હીમાં કોંગ્રેસમાં અહેમદ પટેલનું ખૂબ સંભાળવામાં આવતું હતું. તેઓ સોનિયા ગાંધીને ઘણા બ્રીફ કરતા હતા. જો અહેમદ પટેલ પછી કોઈ સારો વ્યક્તિ આવ્યો હોત આ આવી પરિસ્થતિ ઉભી ન થાત.
તેમણે અટલ બિહારીની કવિતાનો પણ ઉલ્લેખ કરીને કહ્યું, જાઉં તો કહા જાઉં મે. આ બાજપાઈની વેદના હતી. તેમણે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાસે સારા અને સાચા સલાહકર નથી રહ્યા. અમારી જે કાલે વેદના હતી તે એ જ હતી કે, અમારું કોઈ સંભાળે. જેમ જૂની દારૂ,જૂનો મિત્ર અને જૂના ડોક્ટર સારા તેમ રાજકારણમાં પણ જૂના નેતા સારા. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, પંજાબમાં કેપ્ટનને બદલ્યા તો શું પરિણામ આવ્યું?
દેશને આવનારા દિવસોમાં કોંગ્રેસ ખૂબ જરૂરી છે. ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ જરૂરી છે. રાજનીતિમાં સ્પોર્ટ્સ મેન સ્પિરિટ હોવું જોઈએ. બાજપાઈએ કહ્યુ હતું કે, મતદારો આગળ ક્યારે ચિટિંગના કરવી જોઈએ. જ્યારે શંકર સિંહ વાઘેલાને નરેશ પટેલ અંગે સવાલ કરમાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, નરેશ પટેલ પર પર્સનલ નહિ કહું. તેઓ ખોડલ ધામમાં અગ્રણી છે. તેમણે G 23નો ઉલ્લેખ કરતા કહ્યું કે,
G-23માં તમામ લોકો ચિંતિત છે. સોનિયા જી રાજનીતિના વિરુદ્ધમાં હતા. સોનિયા ગાંધી ઈચ્છતા તો બે છોકરાને લઈને જ્યાં હતા ત્યાં જઈ શકતા હતા. તેમણે આગળ કહ્યું, રાજનીતિ પર્સનલ લાઇફ નથી પબ્લિક લાઇફ છે. બીજેપી મજબૂત પાર્ટી નથી સામે કોંગ્રેસ નબળી છે. BJPને ગુજરાતમાં હરવવી જરૂરી છે. બે મહિનામાં રિઝલ્ટ આવી શકે છે. જો આજે અહેમદ ભાઈ હોત તો G-23ના હોત.
એ તો આપણે બધા જાણીએ જ છીએ કે હાલમાં કોંગ્રેસ પાસે ફૂલ ટાઈમ અધ્યક્ષ નથી. તેની ચૂંટણીને લઈને પણ ઘણી વાતો સામે આવતી રહે છે. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તરફેણ કરી રહ્યા છે તો બીજી તરફ કપિલ સિબ્બલ ગાંધી પરિવાર ખુરશી ખાલી કરે તેવા પણ સંકેત આપી ચૂક્યા છે.