શોધખોળ કરો

Gujarat Assembly Election: જાણો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કઈ બેઠક પરથી લડશે ચૂંટણી

Gujarat Assembly Election 2022: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી  ચૂંટણી લડશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.

Gujarat Assembly Election 2022: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી ચૂંટણી લડશે તેવા સંકેતો મળી રહ્યા છે. શંકરસિંહ કોંગ્રેસમાંથી  ચૂંટણી લડશે તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે.  શહેરા બેઠક ઉપરથી શંકરસિંહ વાઘેલા ચૂંટણી લડશે તેવો સૂત્રોએ દાવો કર્યો છે.  તો બીજી તરફ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા બાયાડથી ચૂંટણી લડશે તેવો સૂત્રોનો દાવો છે.  આ અંગે હજુ કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાવાના હતા. જો કે મલ્લિકાર્જુન ખડગેનો પ્રવાસ રદ્દ થતા હવે શંકરસિંહ વાઘેલા ક્યારે કોંગ્રેસમાં જોડાશે તે હજુ નક્કી નથી. અશોક ગેહલોત આજે અમદાવાદ આવશે અને આવતીકાલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે.

કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર

કૉંગ્રેસની 46 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. અબડાસા બેઠક પરથી મામદભાઈ જતને ટિકિટ આપવામાં આવી છે. ટંકારા બેઠક પરથી લલિત કગથરા, જેતપુરથી દિપકભાઈ વેકરીયાને ટિકિટ આપી છે. ધોરાજી બેઠક પરથી કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. જૂનાગઢ બેઠક પરથી કૉંગ્રેસે ભીખાભાઈ જોશીને ટિકિટ આપી છે. દસાડા બેઠક પરથી નૌશાદ સોલંકીને ટિકિટ આપી છે. અમરેલી બેઠક પરથી પરેશભાઈ ધાનાણીને ટિકિટ મળી છે. લાઠી બેઠક પરથી વિરજીભાઈ ઠુમ્મરને ટિકિટ મળી છે.  ગુજરાત કૉંગ્રેસ દ્વારા આ પહેલા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુવારે  160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કૉંગ્રેસની પ્રથમ યાદીમાં  અર્જુન મોઢવાડિયા, અમીબેન યાજ્ઞિક, કનુભાઈ કલસરિયાનું નામ હતું. 

46 ઉમેદવારો સાથેની બીજી યાદી

ગુજરાત કોંગ્રેસે આખરે 46 ઉમેદવારો સાથેની બીજી યાદી જાહેર કરી છે. આ સાથે ગુજરાત કોંગ્રેસે કુલ 89 ઉમેદવારોના નામની જાહેરાત અત્યાર સુધી કરી છે. જેમાં જામખંભાળિયા બેઠક પર દિગ્ગજ નેતા વિક્રમ માડમને રિપીટ કરાયા છે. તો લલિત વસોયા, અમરિશ ડેર, પ્રતાપ દૂધાત, પરેશ ધાનાણી જેવા ફાયરબ્રાન્ડ ધારાસભ્યોને કોંગ્રેસે પણ રિપીટ કર્યાં છે.

અરવલ્લીની બાયડ બેઠક પર નવાજૂનીના સંકેત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટી મહામંથન બાદ હવે એક બાદ એક ઉમેદવારની યાદી તબક્કવાર જાહેર કરી રહ્યાં છે. ટિકિટ ન મળતાં કેટલાક નેતા અપક્ષથી લડવાનું મન બનાવી રહ્યાં છે. અરવલ્લીની બાયડ બેઠક પરથી ભાજપના નેતા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે. આ માટે ધવલ ઝાલા આજે સમર્થકો સાથે બેઠક કરશે. તેમની ટિકિટ કપાતા તેઓ આજે કાર્યલય પર સમર્થકો સાથે બેઠક યોજીને આ મુદ્દે નિર્ણય લઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Updates:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકાઓમાં વરસ્યો વરસાદ,જાણો અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
અંબાલાલ પટેલની નવી અને મોટી આગાહીઃ આ તારીખથી રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ક્યાં જિલ્લામાં રહેશે મેઘમહેર, જાણો હવામાન અપડેટ્સ
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
US-Iran Conflict: જોર્ડનમાં બે અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકા ભડક્યું, ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ

Embed widget