ભરુચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે સામે આવી ચોંકાવનારી વિગતો, CID ક્રાઇમે પત્રકાર પરિષદ કરી આપી માહિતી
ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકુમાર પાંડિયન,ADGP, CID ક્રાઇમ દ્વારા પત્રકાર પરિષદ કરી તમામ વિગતો જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ: ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. રાજકુમાર પાંડિયન,ADGP, CID ક્રાઇમ દ્વારા પત્રકાર પરિષદ કરી તમામ વિગતો જાહેર કરવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા મીલીટરી ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી. ભરૂચમાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ મામલે થોડા સમય પહેલા મીલીટરી ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળી હતી. પ્રવીણ મિશ્રા અંકલેશ્વરની એક ફેકટરીમાં કામ કરતો હતો. પ્રવીણનો મોબાઈલ ચેક કરતા તેણે એક મહિલા કે જે ISI સાથે જોડાયેલી છે તેને માહિતી આપ્યાનું સામે આવ્યું છે. સોનલ ગર્ગ તરીકે ઓળખ આપી હનીટ્રેપની કોશિશ કરી હતી.
પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ માટે કામ કરતા વિવિધ એજન્સીના લોકોની માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. બ્રહ્મોસ મિસાઈલ અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની ISI હેન્ડલર સાથેનું કનેક્શન સામે આવ્યું છે.
પ્રવીણ મિશ્રા DRDO સાથે કામ કરી ચૂક્યો છે. અંકલેશ્વર ખાતેની કંપની પણ DRDOને અમુક વસ્તુ સપ્લાય કરે છે. પ્રવીણ મિશ્રાએ આપેલી માહિતી પૈકી કેટલીક ખોટી માહિતી પણ આપી છે.
પ્રવીણ મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. હનીટ્રેપ દ્વારા આ માહિતી પ્રવીણ મિશ્રા પાસેથી મેળવી છે. હજુ 20 લોકો શંકાના દાયરામાં છે. ગુજરાત અને ગુજરાત બહારના લોકો શંકાના ઘેરામાં છે. DRDOએ બનાવેલા ડ્રોન અંગેની માહિતી પ્રવીણ મિશ્રાએ સોનલ ગર્ગ નામની મહિલાને આપી છે.
એમ આઈ ઉધમપુરને માહિતી મળી હતી CI સેલ દ્વારા સર્વલન્સ શરૂ કરાયું અને પ્રવીણ મિશ્રા નામની વ્યક્તિનો મોબાઇલ ચેક કરવામાં આવ્યો હતો. જેમાં વાંધા જનક માહિતી શેર કરવામાં આવી હોવાના પુરાવા મળી આવ્યા છે. પાકિસ્તાની હેડલર સોનલ ગર્ગ નામની આઇડીથી સંપર્ક કરી પ્રવીણ મિશ્રા સાથે મિત્રતા કરી હતી. ભરૂચના અંકલેશ્વરની ફેકટરીમાં કામ કરતા પ્રવીણ મિશ્રા નામના ઇસમ પાસે ભારતીય ડિફેન્સ સિસ્ટમ અને બ્રહ્માસ્ મિસાઈલ અંગે હેન્ડલર દ્વારા માહિતી મંગવામાં આવી હતી.
ફેસબુક દ્વારા પ્રવિણ મિશ્રાનો સંપર્ક કર્યો હતો,બાદમાં મોબાઇલ નંબર આપવામાં આવ્યો હતો. પ્રવીણ મિશ્રા પાસેથી ભારતીય લશ્કર માટે કામ કરતી એજન્સીઓ અંગે પાકિસ્તાની હેન્ડલર દ્વારા માહિતી માંગી હતી. પ્રવીણ મિશ્રા એરોનોટિકલ એનજીનીયર છે જેણે બેંગ્લોરમાં અભ્યાસ કર્યો છે.
પ્રવિણ મિશ્રા હૈદરાબાદ સ્થિત કંપનીમાં કામ કરતો હતો, આ કંપની ભારત સરકાર હસ્તકની DRDO માટે કામ કરે છે. અંકલેશ્વર ખાતેની જે કંપનીમાં કામ કરતો હતો એ કંપની ભારતીય આર્મી માટેના સંસાધનો બનાવતી સરકાર હસ્તક ની DRDO કંપની માટે પાર્ટ્સ બનાવે છે.
ઈનપુટની પ્રાથમિક તપાસ દરમિયાન ભારતીય મોબાઈલ નંબરનો તેના ધારક પાસેથી પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સ દ્વારા યેનકેન પ્રકારે વોટ્સએપ ઓટીપી મેળવી સદર મોબાઈલ નંબરના વોટ્સએપનો ઉપયોગ પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સ દ્વારા દોરી સંચાર કરી ભારતની આંતરીક સુરક્ષાને તોડવા ભારત દેશના સુરક્ષા દળોની તેમજ ભારતીય સુરક્ષા દળો સાથે સંકળાયેલા ભારતના મીસાઈલ સીસ્ટમ મેન્યુફેક્ચરિંગ અને તેના પાર્ટસના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરિક વ્યવસ્થા અંગેની માહિતી એકત્રિત કરેલ હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ અને આ પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીનાં ઓપરેટીવ્સના સંપર્કમાં આવેલ પ્રવિણકુમાર મિશ્રાએ પાકિસ્તાન ઈન્ટેલીજન્સ એજન્સીના ઓપરેટીવ્સની સાથે વોટ્સએપ ચેટ તથા ઓડીયો કોલથી વાતચીત કરી ભારત દેશના સુરક્ષાદળોની તેમજ ભારતીય સુરક્ષા દળો સાથે સંકળાયેલ આર એન્ડ ડી કંપનીની અત્યંત ગોપનીય અને સુરક્ષાની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ, મહત્વની આંતરીક વ્યવસ્થા અંગેની માહિતી મોકલી આપી, ભારત દેશ વિરુદ્ધ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને અંજામ આપવાનું આયોજન કરી પાકિસ્તાન સ્થિત ઈન્ટેલીજન્સ એજન્સીને મોકલવામાં આવી રહેલાનું તપાસમાં જણાય આવતા આ બાબતે સીઆઈડી ક્રાઈમ ગુજરાત દ્વારા પોલીસ તપાસમાં આરોપી તરીકે ખુલવા પામે તે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કવરામાં આવેલ છે.