શોધખોળ કરો

જામનગર હોસ્પિટલમાં ખૂટી પડ્યાં બેડ, વકર્યો રોગચાળો, એક બેડ પર ત્રણ બાળ દર્દીની સારવાર

બેવડી ઋતુની અસર સૌથી વધુ બાળકો પર પડી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં બાળ દર્દીની સંખ્યા વધી જતાં બેડ ખૂટી પડ્યાં છે.

જામનગર:બેવડી ઋતુની અસર સૌથી વધુ બાળકો પર પડી રહી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં બાળ દર્દીની સંખ્યા વધી જતાં બેડ ખૂટી પડ્યાં છે.

બેવડી ઋતુની અસર સૌથી વધુ બાળકો પર પડી રહી છે. બેવડી ઋતુના કારણે સતત વાયરલ ફિવર, શરદી, ઉઘરસ સહિતના કેસમાં વધારો થઇ રહ્યો છે.  જેના પગલે હોસ્પિટલમાં પણ દર્દીનો ધસારો જોવા મળી રહ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં બાળકોના વોર્ડમાં બેડ ખૂટી પડ્યાં છે. હાલ મિશ્ર ઋતુની બેવડી અસર બાળકોમાં જોવા મળી રહી છે.છેલ્લા 1 અઠવાડિયાથી બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓ ઉભરાવવા લાગ્યા છે. 1 બેડ પર 2થી 3 બાળકોને સારવાર અપાઇ રહી છે. 1 બેડ પર બબ્બે બાળકોને દાખલ કરવામાં આવતા અન્ય બાળકોને એકબીજાનો ચેપ લાગવાનો ભય હાલ માતા-પિતાને સતાવી રહ્યોછે. આ સ્થિતિને કારણે દર્દીમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.

Vadodara: ભાજપના ધારાસભ્ય ધરણા પર બેસતા બરોડા ડેરીનો વિવાદ ઉગ્ર બન્યો, કેતન ઈનામદારનો હુંકાર, હવે આરપારની લડાઈ થશે

વડોદરા: બરોડા ડેરીનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે ધારાસભ્ય કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અક્ષય પટેલ પ્રતીક ધરણા ઉપર બેઠા છે. તેમની સાથે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ ધરણામાં જોડાયા હતા.  દૂધ ઉત્પાદકો બેનર, પોસ્ટર અને સૂત્રોચાર સાથે પ્રતિક ધરણામાં જોડાયા હતા.  કેતન ઇનામદારે હુંકાર કર્યો કે પશુપાલકો માટે આરપારની લડાઈ થશે. પશુપાલકોને પોષણક્ષમ ભાવ ન મળે ત્યાં સુધી સતત ધારણાં ચાલુ રહેશે.  

ડેરીના કાર્યકારી ચેરમેન ફક્ત દૂધ ઉત્પાદકોને 800 રૂપિયા સુધીનો ભાવ વધારો આપવાની વાત કરી રહ્યા છે. વાસ્તવિક સ્થિતિમાં હજુ પણ 700 રૂપિયા ભાવ પ્રતિ કિલો ફેટે મળી રહ્યા છે. જો કે કાર્યકારી પ્રમુખ જી.બી સોલંકીએ કહ્યું હતું કે દૂધ ઉત્પાદક મંડળીઓ પાસેથી લેખિતમાં તેમના જવાબ મંગાવવામાં આવ્યા છે. જો તેમનો હકારાત્મક જવાબ હશે તો દૂધના પ્રતિ કિલો ફેટનો ભાવ 750 થી વધી 800 થશે. હાલ બરોડા ડેરી બહાર પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. ડેરીના મુખ્ય ગેટ બંધ કરી દેવાયા છે. પ્રતીક ધરણાનો કાર્યક્રમ સાંજે 5:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

વિદેશ કમાવા ગયેલો ગુજરાતનો યુવાન બન્યો માનવ તસ્કરીનો શિકાર બન્યો

ગીર સોમનાથ: ભારતીયોમાં વિદેશમાં જવાનો અને ડોલરમાં કમાણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા લોકો તેમાં સફળ થયા છે અને સારી કમાણી કરી રહ્યા છે. જો કે, બધાના નશીબમાં સફળતા લખી નથી હોતી. વિદેશમાં સારી કમાણીના લ્હાયમાં ઘણા લોકો માનવ તસ્કરીનો પણ શિકાર બન્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો ગીર સોમનાથમાં. જ્યાં તાલાલા તાલુકાના પીપલવા ગામનો યુવાન પ્રથમ દુબઇ અને ત્યાંથી મ્યાનમાર નોકરી કરવા ગયો અને માનવ તસ્કરીનો શિકાર બન્યો.

તેમને થાઈલેન્ડનું કહી મ્યાનમાર પહોંચાડી દેવાયો હતો. જેની જાણ ગીર એસપી અને તાલાલાના ધારસભ્ય ભગવાન બારડને થતા તેઓ એક્શનમાં આવી ગયા હતા. પોલિસ અને પોલિટિક્સ બન્નેએ સાથે મળી આ યુવાનને સાત સમંદર પારથી પરત લાવ્યા હતા. ધારાસભ્ય ભગવાન બારડે યુવાનને વિદેશથી તાલાલા લાવવા લાખો રૂપિયા ખર્ચ કર્યા હતા. આજે યુવાન પોતાના ગામ માદરે વતન તાલાલાના પીપળવા પહોંચ્યો જ્યાં પોતાના પરિવરાજનને ભેટી પડયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવીBharuch Dushkarma Case : ભરુચ દુષ્કર્મ કેસમાં સરકારી વકીલ કોઈ પણ ફી વગર પીડિત બાળકીનો કેસ લડશેShankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થનBhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું
Embed widget