શોધખોળ કરો
Advertisement
કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે
જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે.
અમદાવાદઃ જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. હાલમાં જ કોઈ કથામાં મોરારીબાપુએ નીલકંઠવર્ણી અંગે વિવાદીત નિવેદન કર્યુ હતું. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય. ત્યારે મોરારીબાપુની વાતને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.
મોરારીબાપુની વાતને લઈને સત્સંગ સમાજ પણ ઘણો દુઃખી છે. ત્યારે આ મુદ્દે વિવાદ ન વધે તે રીતે મોરારીબાપુને વિવેકસ્વરૂપ સ્વામીએ જવાબ આપ્યો છે. વિવેકસ્વરૂપ સ્વામીએ કહ્યું કે શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ જ વનમાં જમાડ્યા હતા. તો માર્કડ રૂષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમેય આવી તેમના 4 નામ પાડ્યા હતા જેમાં નીલકંઠ નામ હોવાનું પણ સ્વામી વિવેકસ્વરૂપે જણાવ્યું હતું. આ ઉપરાંત મોરારી શબ્દનો અર્થ પણ જણાવી બાપુ પર કટાક્ષ કર્યો હતો.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું કે, બાપુ ને ખબર નઈ હોય તમે જે શિવજીની વાત કરો છે એ શિવજી અને પાર્વતીમા જાતે નીલકંઠ વર્ણીને સાથવો જમાડવા વનમાં આવ્યા હતા. બાપુને આ વાતની જાણ નઈ હોય કે માર્કંડ ઋષિ પોતે ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે આવીને ૪ નામ પાડ્યા હતાં. ૧. હરિ ૨. હરિકૃષ્ણ ૩. ઘનશ્યામ ૪. નીલકંઠ. તો શું બાપુ માર્કંડ ઋષિ કરતા મહાન છે.?
તેમણે કહ્યું મોરારીનો અર્થ (મુર દાનવ નામના રાક્ષસને મારનાર શ્રીકૃષ્ણ ભગવાન) થાય છે. જો તમારું નામ મોરારી બાપુ છે તો અમારે શું સમજવું.? બાપુ ને ભગવાન સ્વામિનારાયણ ના નામ નો દ્રોહ કરવા બદલ ક્ષમા યાચના અને માફી માંગવી પડશે. વ્યાસ પીઠ પર બેસી તમે મનફાવે એમ શાસ્ત્ર વિરુદ્ધ અને અણસમજુ જેવી વાત કરો તો ભગવાન વ્યાસના તમે દ્રોહી થાય.
તમે જે હનુમાનજી મહારાજની નિશ્રામાં બેસી કથા કરો છો તો એકવાર સારંગપુરનો ઇતિહાસ જાણી લેજો. નિજાનંદનો (જેને વનવિચરણ વખતે નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજે દર્શન આપી એના કલ્યાણ કોલ આપ્યો હતો)કે હનુમાનજી સ્વયં એમ કહે છે કે હે નીલકંઠ વર્ણી મને ભગવાન રામના રૂપે દર્શન આપો તો નીલકંઠ વર્ણી ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર કામઠા સહિત રામ ભગવાન રૂપે દર્શન આપ્યા. જે ભગવાન રામ ની કથા વાંચો છો તો એ ભગવાન રામ કેવીરીતે રાજી રેહશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement