Saurabh Patel Corona Positive: રાજ્ય સરકારના ઊર્જા મંત્રી સૌરભ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ગુજરાત સરકારના ઊર્જામંત્રી સૌરભ પટેલ(Saurabh patel)ને કોરોનાનો ચેપ લાગ્યો છે. મંત્રી સૌરભ પટેલેનો કોરોના (Corona)રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ પોઝીટીવ છે એટલે RT-PCR કરાવ્યો છે તેનું આવતીકાલે પરિણામ આવશે. પ્રાથમિક લક્ષણો જણાતા કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ(Gujarat election)ની ચૂંટણી પછી કોરોનાએ માજા મૂકી છે, ત્યારે મહાનગરો સહિત સમગ્ર ગુજરાતમાં ફરીથી તંત્ર એલર્ટ થયું છે અને કોરોના ગાઇડલાઇન(Corona Guideline)ને લઈને કડકાઇ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારના ઊર્જામંત્રી સૌરભ પટેલ(Saurabh patel)ને કોરોનાનો ચેપ લાગ્યો છે. મંત્રી સૌરભ પટેલેનો કોરોના (Corona)રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ પોઝીટીવ છે એટલે RT-PCR કરાવ્યો છે તેનું આવતીકાલે પરિણામ આવશે. પ્રાથમિક લક્ષણો જણાતા કોરોનાનો રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.
ગાંધીનગરમાં કોરોનાનો પગ પેસારો વધ્યો હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યના 10 જેટલા ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે રાજ્ય સરકારના ઉર્જા મંત્રી સૌરભ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના(Corona) સંક્રમણને લઈ નાઈટ કર્ફ્યુ (Night curfew)ની મુદ્દતમાં 15 દિવસનો વધારો કરાયો છે. ચાર મહાનગરોમાં રાત્રિ કરફયુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે. રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોનાના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતાં. જોકે નેતાઓએ ચૂંટણી પ્રચારના નામે જે નિયમોનો દાટ વાળ્યો ને કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારને પાર પહોંચી ગયા છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તારીખ 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તારીખ 15 એપ્રિલ-2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ ગૃહના અધિક મુખ્ય સચિવએ જણાવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 10 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1988 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,88,565 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12263 પર પહોંચ્યા છે. જેમાંથી 147 લોકો વેન્ટિલેટર પર અને 12116 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.51 ટકા પર પહોંચ્યો છે.