શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સિદ્ધાર્થ પટેલ ક્યાંથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી, જાણો વિગત
ઊંઝાઃ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ગુજરાતમાં બે ઝટકા મળ્યા છે. ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જેથી આ સીટ પર પેટા ચૂંટણી યોજાશે. આ બેઠક પરથી આશાબેન પટેલ પોતે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે.
વાંચોઃ ઈન્દોર સતત ત્રીજી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર, ટોપ-10માં ગુજરાતના બે શહેરોનો સમાવેશ, જાણો વિગત
ત્યાં જ બીજી તરફ ઉત્તર ગુજરાતમાં કોગ્રેસને મજબૂત કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. આ મામલે કોંગ્રેસે નારણ પટેલનો સંપર્ક કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. સૂત્રો અનુસાર, કોંગ્રેસના નેતા નારણ પટેલના સંપર્કમાં છે. ત્યાં જ સિદ્ધાર્થ પટેલે ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે બેઠક યોજી હતી. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે, ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી સિદ્ધાર્થ પટેલ લડી શકે છે. સ્થાનિક કોંગ્રેસી આગેવાનો સાથે સિદ્ધાર્થ પટેલે બેઠક યોજી હતી.
INDvAUS: નાગપુરમાં ધોનીને ગળે લગાવવા મેદાનમાં ઘૂસ્યો ફેન, માહીએ દોડાવ્યા બાદ શું કર્યું, જુઓ Video
આ દરમિયાન કૉંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલ ઊંઝા ઉમિયા માતાના દર્શનાથે પણ પહોંચ્યા હતાં. લોક સભાની ચૂંટણી પહેલા સિદ્ધાર્થ પટેલ ઊંઝાના પાટીદાર આગેવાનો સાથે બેઠકોનો દોર ચલાવી રહ્યા છે. સિદ્ધાર્થ પટેલની ઊંઝા મુલાકાતને પગલે ઊંઝામાં રાજકીય હલચલ તેજ થઇ ગઇ છે. ભૂતકાળમાં સિદ્ધાર્થ પટેલના પિતા સ્વ. ચીમનભાઈ પટેલની ઊંઝા પરંપરાગત બેઠક રહી છે. ઉલ્લેખનીય છે કે સ્વ.ચીમનભાઈ પટેલ ઊંઝા બેઠક જીતી મુખ્યમંત્રી બન્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
સમાચાર
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion