Gujarat Rain: કચ્છ જિલ્લામાં મેઘ તાંડવ,અંજારમાં 8 ઈંચ વરસાદથી રસ્તાઓ બન્યા નદી, શેરીઓમાં બાઈકો તણાઈ
Gujarat Rain Update: કચ્છ જિલ્લામાં 10 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અંજાર તાલુકામાં આભ ફાટ્યું છે. કચ્છના અંજારમાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતા શેરીઓ જાણે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
Gujarat Rain Update: કચ્છ જિલ્લામાં 10 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના અંજાર તાલુકામાં આભ ફાટ્યું છે. કચ્છના અંજારમાં બે કલાકમાં છ ઈંચ વરસાદ ખાબકતા શેરીઓ જાણે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અંજાર ઉપરાંત ગાંધીધામમાં બે કલાકમાં ચાર ઈંચ જ્યારે
ભચાઉમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે.
સતત વરસાદથી કચ્છમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કચ્છના ગાંધીધામમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ગાંધીધામના એસટી બસ સ્ટેશન પાસેનો હાઇવે પાણીમાં ગરકાવ થયો છે. હાઇવે પર પાણી ફરી વળતા વાહનો ડૂબવા લાગ્યા છે. ભારે વરસાદના કારણે ટ્રાફિકજામ સર્જાયો છે. ગાંધીધામના મેન બજાર સહિત ગાંધીધામના રેસીડેન્સી વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
અંજાર-ભુજ હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો છે. 5 કીલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અંજાર ભુજ હાઇવે ઉપર પાણી ભરાઈ જતાં ટ્રાફિકજામના દ્રસ્યો જોવા મળી રહ્યા છે. ગાંધીધામ-આદિપુર વચ્ચેનું મુખ્ય સર્કલ એટલે રોટરી સર્કલની આજુબાજુમાં પાણી ફરી વળ્યું છે. પાણીના ભારે પ્રવાહના કારણે બાઇકો તણાવ લાગી હતી. મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભારે પાણી ભરવાના કારણે બાઇક તણાઈ હતી. પૂર્વ કચ્છમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાંધીધામ,આદિપુર,અંજાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.
જૂનાગઢના આ તાલુકામાં આભ ફાટ્યું
જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. અહીં છેલ્લા 12 કલાકમાં 16 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જૂનાગઢ જિલ્લાના આ બે ડેમ ઓવરફ્લો થતા નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ નદી-નાળા છલકાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને આંબાજળ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના બે દરવાજા ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ પડ્યો છે. આંબાજળ ડેમના પાટિયા ખોલાતા નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સરસઈ,ચાપરડા સહિતના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial