શોધખોળ કરો

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

ગુજરાતમાં ભારત સરકારની આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

Gandhinagar: ગુજરાત રાજ્ય સ્વચ્છતાથી સમૃદ્ધિ તરફ અગ્રેસર બન્યુ હતું. સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન યોજના એટલે કે ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સીસ ધન યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં ભારત સરકારની આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને મળે છે ૩૭,૦૦૦ રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઊર્જા, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે. આજે રાજ્યમાં ૭૨૦૦થી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. જેના થકી પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. બાયોગેસ પ્લાન્ટ્સના કારણે પરંપરાગત ઇંધણ ખર્ચની બચત સાથે લોકોના આરોગ્યમાં પણ સુધારો થઈ રહ્યો છે.

નોંધનીય છે કે દેશભરમાં જનભાગીદારી સાથે સ્વચ્છતા અને સફાઈ કાર્યક્રમોને વેગ આપવાના ઉદ્દેશથી વડાપ્રધાન મોદીએ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી ‘સ્વછતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.  

ગોબર (ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો-એગ્રો રિસોર્સિસ) ધન યોજના શું છે?

ગોબર-ધન યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વ્યાપક બાયોગેસ કાર્યક્રમનો એક ભાગ છે. આ યોજના ૧ નવેમ્બર, ૨૦૧૮ના રોજ જળ શક્તિ મંત્રાલય – પેયજલ અને સ્વચ્છતા વિભાગ હેઠળ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ગોબરધન યોજનાનો હેતુ કચરામાંથી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ-અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસ/સીબીજી/બાયો સીએનજીમાં રૂપાંતર કરવાનો છે. આ બાયોગેસનો ઉપયોગ રસોઈ અને વીજળી ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. ગોબરધન યોજનાથી કચરાનું અસરકારક રીતે વ્યવસ્થાપન થાય છે. એટલું જ નહી ખેડૂતોને આવકનો નવો સ્ત્રોત મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિ પાસે બેથી વધુ પશુધન હોવા આવશ્યક છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર આપે છે ૩૭,૦૦૦ રૂપિયાની સબસિડી

બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર યુનિટ ૩૭,૦૦૦ રૂપિયાની સબસિડી આપે છે. દરેક ૨-ઘન મીટર ક્ષમતાવાળા બાયોગેસ પ્લાન્ટ માટે લાભાર્થીનો ફાળો ૫૦૦૦ રૂપિયા, કેન્દ્ર અને રાજ્ય સરકારનો ફાળો ૨૫,૦૦૦ રૂપિયા અને મનરેગાનો ફાળો 12000 રૂપિયા નક્કી કરાયો છે. એટલે કે, એક બાયોગેસ પ્લાન્ટ ૪૨,૦૦૦ રૂપિયાના ખર્ચે તૈયાર થાય છે અને લાભાર્થીએ માત્ર ૫૦૦૦ રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. બાયોગેસ પ્લાન્ટ માટે બનાસ ડેરી, સાબર ડેરી, દૂધ સાગર ડેરી, અમુલ ડેરી અને NDDBને અમલીકરણ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ 

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ હેઠળ ૩૩ જિલ્લાઓમાં ક્લસ્ટર/જિલ્લાદીઠ ૨૦૦ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ ૭૬૦૦ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાના લક્ષ્ય સાથે અત્યાર સુધીમાં કુલ ૭૨૭૬ બાયોગેસ પ્લાન્ટ શરૂ કરાયા છે. વર્ષ ૨૦૨૨-૨૩માં આ બાયોગેસ પ્લાન્ટ માટે જિલ્લા દીઠ ૫૦ લાખ (કેન્દ્ર સરકારનો 60 ટકા અને રાજ્યનો ૪૦ ટકા હિસ્સો)ની ફાળવણી કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત ૯૭ ટકા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. તો ગોબરધન પ્રોજેકટ અંતર્ગત ક્લસ્ટર બાયોગેસ પ્લાન્ટ અંગેની કામગીરી પ્રગતિ હેઠળ છે.

ઇંધણની બચત

જૈવિક કચરામાંથી પેદા થતા બાયોગેસનો ઉપયોગ રસોઈ માટે કરી શકાય છે અને તેનાથી ઇંધણની બચત તો થાય છે. સાબર ડેરીના સર્વેક્ષણ અનુસાર, ૧૦૦ ટકા પરિવારોએ એવું સ્વીકાર્યું હતું કે, બાયોગેસથી રાંધવામાં આવેલા ખોરાકનો સ્વાદ વધુ સારો છે. તો ૮૭ ટકા પરિવારોએ સ્વીકાર્યું કે, લાકડા અથવા એલપીજીની સરખામણીમાં બાયોગેસથી બનેલી રસોઈનો સમય નોંધપાત્ર રીતે ઓછો હતો. બાયોગેસથી ખોરાક રાંધવાના કારણે અન્ય એક ફાયદો એ પણ થયો છે કે, ખોરાક રાંધ્યા બાદ વાસણો સાફ કરવાનું સરળ બન્યું છે.

બાયોગેસ પ્લાન્ટ્સના ઉપયોગથી સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડી છે. બાયોગેસ પ્લાન્ટની સ્થાપના પહેલાં વ્યક્તિને રસોડામાં ધુમાડો, આંખના ચેપ, શ્વસન ચેપ, મચ્છર અને માખીઓ દ્વારા થતા રોગોનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બાયોગેસ પ્લાન્ટની સ્થાપના બાદ સ્વાસ્થ્યને લગતી આ સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ તમામ ફાયદાઓને જોતાં રાજ્ય સરકારે વધુ ૫૦ કલસ્ટર માટે ૧૦,૦૦૦ પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી છે.

આવકના નવા સ્ત્રોત પેદા થયા

બાયોગેસના વપરાશને કારણે એલપીજી સિલિન્ડર માટેનો ખર્ચ ઓછો થયો છે. તો લાકડા સળગાવવાના કારણે ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ પણ બંધ થઇ ગયું છે.સેન્દ્રિયનો ઉપયોગ જૈવિક ખેતીમાં કરી શકાય છે. આ સેન્દ્રિય ખાતર વેચવા માટે સહકારી મંડળી બનાવીને આવકમાં વધારો કરી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Embed widget