Somnath Election Result 2022: સૌરાષ્ટ્રની આ બેઠક પર કોંગ્રેસનો હજારથી ઓછા મતે થયો વિજય, જાણો AAPને કેટલા મળ્યાં વાત
Gujarat Assembly Election Result 2022: સોમનાથમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાને 73,356 મત મળ્યા છે, જ્યારે ભાજપના માનસિંગ પરમારને 72,235 વોટ મળ્યા છે.
Gujarat Assembly Election Result 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચના સત્તાવાર આંકડા પ્રમાણે 182માંથી 107 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાંથી ભાજપે 93, આમ આદમી પાર્ટીએ ત્રણ, કોંગ્રેસે સાત, અપક્ષે ત્રણ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક જીતી છે. જ્યારે ભાજપ 62, આમ આદમી પાર્ટી બે, કોંગ્રેસ નવ બેઠક પર આગળ ચાલી રહ્યા છે. સોમનાથ બેઠક કોંગ્રેસે એક હજાર કરતાં પણ ઓછા મતે જીતી છે.
સોમનાથમાં આપને મળ્યાં 32 હજારથી વધુ વોટ
સોમનાથમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાને 73,356 મત મળ્યા છે, જ્યારે ભાજપના માનસિંગ પરમારને 72,235 વોટ મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવારનો 922 વોટથી વિજય થયો છે. આમ આદમી પાર્ટાના જગમલવાળાને 32,828 અને નોટાને 1518 વોટ મળ્યા છે.
ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates
ડેડિયાપાડા સીટ પરથી જીતનારા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા કોણ છે ?
ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. જેમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાની જીત થઈ છે. આ બેઠક પર ચૈતર વસાવાને એક લાખથી વધુ વોટ મળ્યા છે. જ્યારે બીજા નંબરે રહેલા ભાજપના ઉમેદવાર હિતેશકુમાર દેવજીભાઈ વસાવાને 60 હજારથી વધુ મોટ મળ્યા છે.
કોણ છે ચૈતર વસાવા
ચૈતર વસાવા સામાન્ય પરિવારમાંથી આવે છે. તે 10-12 વર્ષથી સક્રિય રાજકારણમાં છે. તેમના પત્ની શકુંતલા વસાવા બે વખત નર્મદા જિલ્લા પંચાયતનાં સભ્ય રહી ચૂકી છે અને હાલ પણ સભ્યપદે છે, તેમના દાદા ભંગડાભાઈ વર્ષોથી ખેત-મજૂરી કરતા હતા. તેમને પાંચ પુત્રો છે, જેમાં તેમના પિતા દામજીભાઈ વસાવા સૌથી મોટા છે. તેમને પણ ચાર બહેન અને પાંચ ભાઈ છે.
ચૈતર વસાવા ખેતીવાડી અને મહેનત-મજૂરી કરીને ભણ્યા છે. બાદમાં ગ્રેજ્યુએટ પૂરું કર્યું. ત્યાર બાદ થોડો સમય ગ્રામસેવક તરીકે સરકારી નોકરી કરી પછી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું. તેઓ નોકરી કરતા હતો ત્યારે સાઈડમાં એક ઓફિસ પણ ચાલુ હતી, જ્યાં લોકો માટે મફત સેવા કરતા હતા. લોકો અમારી પાસે યોજનાના કે કોઈ ફોર્મ ભરાવવા આવતા અને કહેતા કે તમે ફોર્મ ભરીને આપો છો તો અમારાં કામ થઈ જાય છે. તો તમે રાજકારણમાં આવોને? તમારા જેવા લોકોની ત્યાં જરૂર છે, પણ મારી આર્થિક સ્થિતિ ખરાબ હતી તો મૂંઝવણ હતી કે નોકરી કેમ છોડવી? પરિવારજનો પણ કહેતા કે મુશ્કેલીથી નોકરી મળી છે તો પછી ઘર કેમ ચાલશે? જોકે એક સપ્તાહ સુધી વિચાર કર્યા બાદ અંતે નોકરી છોડવાનું નક્કી કરી જાહેર જીવનમાં આવ્યો.
નોકરી છોડ્યા પછી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. લોકોના પ્રશ્નો ઉઠાવતી વખતે જેલમાં જવું પડ્યું ત્યારે સ્થિતિ વિકટ બની હતી. ત્રણ મહિના રાજકોટ જેલમાં અને સાત મહિના તડીપારમાં બહાર રહેવાનું થયું. આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી, પણ મારા ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોએ ખૂબ સાથ-સહકાર આપ્યો હતો. જેમનાથી બને એ રીતે 500 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની મદદ કરતા હતા. એનાથી મારું મનોબળ મજબૂત થયું હતું.