શોધખોળ કરો
Advertisement
આજથી ખુલશે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર, જાણો ક્યા લોકોને મંદિરમાં પ્રવેશ નહીં મળે
સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવામાં નહી આવે.
વેરાવળઃ અનલોક 1માં આજથી સમગ્ર દેશમાં મંદિરો, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ ખુલવા જઈ રહ્યા છે. ગુજરાતમાં પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈનને ધ્યાનમાં રાખીને આજતી મંદિરો ખૂલવા જઈ રહ્યા છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પણ આજથી ભક્તો દર્શનનો લાભ લઈ શકશે જોકે તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે.
સોમનાથ મંદિરમાં 65 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને મંદિરમા પ્રવેશ આપવામાં નહી આવે. સોમનાથ મંદિરમાં દર્શ દરમિયાન દર્શનાર્થી દંડવ્રત પ્રણામ કે ઘંટ નહી વગાડી શકે.
મંદિરમાં દર્શન કરવા જતી વખતે દર્શનાર્થીઓ ગંગાજળ, બીલીપત્રો કે ફૂલો મંદિરમા નહી લઇ જઈ શકે. એક કલાકમા 300 લોકો સોમનાથ મંદિરમા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને મંદિર રેલીંગ સહીત કોઇ વસ્તુ ન અડે તેવુ પણ સુચન કરવામાં આવ્યું છે. મંદિર પ્રવેશ પૂર્વે સેનેટાઇઝર માસ્ક અને ડીસ્ટન્સનું ફરજિયાત પાલન કરવાનુ રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement