Gujarat: એસટી કર્મચારી સંગઠનની વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક, સમાધાન અંગે શુ લેવાયો નિર્ણય ?
એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી.
![Gujarat: એસટી કર્મચારી સંગઠનની વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક, સમાધાન અંગે શુ લેવાયો નિર્ણય ? ST Employees Association meeting with Transport Minister Gujarat: એસટી કર્મચારી સંગઠનની વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક, સમાધાન અંગે શુ લેવાયો નિર્ણય ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/27/30c1d62cc3e62505968757661a2146da169837902891078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે-સાથે સરકારના સચિવ અને અધિકારીઓની ઉપસ્થિતમાં થયેલી આ બેઠકમાં કર્મચારીઓની ત્રણ અલગ-અલગ માંગ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સકારાત્મક માહોલમાં આ ચર્ચા દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગોના નિકાલને લઈ સરકારનો હકારાત્મક પ્રત્યુતર આવતા એસટી કર્મચારી મંડળ સાથે સમાધાનના સ્પષ્ટ સંકેત મળ્યા છે. પડતર પ્રશ્નોના સમાધન પહેલા એસટી કર્મચારી સંગઠને ખુશી વ્યક્ત કરી છે. મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ પદાધિકારીઓની મોડી રાત સુધી અમદાવાદના રાણીપ ડેપો પર બેઠક મળી હતી. જેમાં આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો છે.
એસટી કર્મચારીઓની નાણાંકીય બાબતો અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા તંત્ર દ્વારા ખાતરી આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી એસટી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને લડત આપી રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા 23 ઓક્ટોમ્બરથી 2 નવેમ્બર સુધી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ વિવિધ કાર્યોક્રમો પણ રાખવામાં આવ્યા હતા.
એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી હડતાળ કુલ 7 જેટલા મુદ્દાઓને લઈને કરવામાં આવી હતી. 11 ટકામાંથી 7 ટકા મોંઘવારી ભથ્થું આપ્યું જેનો વિરોધ કરવાને લઈ હડતાળ કરવામાં આવી હતી. આ સાથે જ આ અગાઉની જાહેરાત પ્રમાણે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ 3 હપ્તામાં આપતા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. હાઉસ રેન્ટ એલાઉન્સ અને સીટી એલાઉન્સ આપવામાં ન આવતુ હોવાથી પણ હડતાળમાં વિરોધ નોંધાવામાં આવ્યો હતો.
વર્ષ પૂર્ણ થવા છતાં નવા વર્ષનું બોનસ એસટી વિભાગના કર્મચારીઓને આપવામાં આવ્યું ન હતુ. ગત દિવાળીનું બોનસ આ દિવાળી આવવા છતાં નહિ મળતા કર્મચારીઓમાં રોષ ભરાતા હડતાળ કરવામાં આવી હતી. 7 માં પગાર પંચ મુજબ ઓવરટાઈમ આપવાના બદલે છઠ્ઠા પગાર પંચ મુજબ અપાય છે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 મહિનાથી પત્ર વ્યવહાર કરાય છે છતાં નિકાલ ન આવતા આંદોલન જાહેર કરવામાં આવ્યુ હતું.
કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં 23 ઓક્ટોબરે કર્મચારી કાળી પટ્ટી પહેરી કામ કરી વિરોધ હતો. તેમજ દરેક ડેપો ખાતે આવેદનપત્ર આપ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)