શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હવે કોઈ પણ ઈમરજન્સી સેવા માટે હેલ્પલાઇન નંબર 112 રહેશે
નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે, 16 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મંગળવારથી એક ઇમર્જન્સી હેલ્પલાઈન નંબર 112 સાથે જોડાશે જેના પર તાત્કાલીક મદદ માટે કહી શકાશે. ગૃહ મંત્રી રાજનાથ સિંહ મંગળવારે અહીં મહિલા સુરક્ષા સાથે જોડાયેલ જુદી જુદી યોજનાનું ઉદ્ઘાનટ કરશે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 112 નંબર કાર્યરત કરાશે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તેનો અમલ થશે. લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.
હવે એમ્બ્યુલન્સ-108, પોલીસ-100, ફાયર-101, અભયમ-181, ડિઝાસ્ટર કંટ્રોલ-1070, 1077, એનિમલ હેલ્પલાઇન-1962 જેવી સેવાઓ 112 પર કોલ કરવાશી મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion