રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારી, રાજ્ય ચૂંટણી પંચની આજે બેઠક, જાણો શું લેવાઇ શકે છે નિર્ણય
રાજ્યની 10,312 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ શકે છે. આ મુદ્દે આજે રાજ્ય ચૂંટણી પંચની બેઠક મળી રહી છે.
ગુજરાતમાં હવે ગ્રામપંચાયતની ચૂંટણી આવી રહી છે. રાજ્યની 10,312 ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ શકે છે. ઓગસ્ટમાં બનાસકાંઠાની થરા, અને દેવભૂમિ દ્વારકાની ઓખા એમ બે નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. આ ચૂંટણીના સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચે બેઠક બોલાવી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા યોજાઇ રહેલી ગ્રામ પંચાયતની દરેક રાજકિય પક્ષ માટે મહત્વની બની રહેશે. રાજ્યની 10,312ની ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ શકે છે. ચૂંટણીના આયોજન માટે આજે રાજ્ય ચૂંટણી કમિશનરે હાઇ લેવલની બેઠક બોલાવી છે.
ઉલ્લેખનિય છે કે, ઓગસ્ટમાં બનાસકાંઠાની થરા, અને દેવભૂમિ દ્વારકાની ઓખા એમ બે નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. તો આ જગ્યાએ નિયમિતપણે ચૂંટણી યોજવી કે ટાળવી તે સંદર્ભે નિર્ણય લેવાશે, ઉલ્લેખનિય છે કે, હાલ કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. જો કે હજું થર્ડ વેવની ચિંતા યથાવત છે. જો નવેમ્બર સુધીમાં રસીકરણ 90ટકાએ પહોંચે તો ચૂંટણીનું આયોજન થઇ શકે છે.
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ઝડપભેર વધતાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રખાઇ હતી. જો કે હાલ કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે હજું આ મામાલે રાજકિય સ્તરે ગાંધીનગરની ચૂંટણીને લઇને કોઇ નિર્ણય નથી લેવાયો પરંતુ રાજ્ય ચૂંટણી પંચ ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં આ ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી યોજવા માટેનું પ્લાનિંગ કરી રહ્યું છે