શોધખોળ કરો

સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ, નેતા- અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ

ગત સપ્તાહની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી 11 નવા નિયમો જાહેર કર્યા હતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સરકાર ઈંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે નવા ૧૧ નિયમો લાવ્યા.
  • જરૂરિયાત મુજબ પ્રવાસ, વીડિયો કોન્ફરન્સિંગનો મહત્તમ ઉપયોગ કરાશે.
  • વિદેશ પ્રવાસ ટાળવો, ઓનલાઈન મીટિંગને પ્રાધાન્ય આપવું.
  • સરકારી વાહનોમાં EV, ખાનગી વાહનોમાં જાહેર પરિવહનનો ઉપયોગ.

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ઈંધણ બચત અને સરકારી ખર્ચમાં નિયંત્રણ લાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સપ્તાહની કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર પરિપત્ર કરી 11 નવા નિયમો જાહેર કર્યા હતા. પરિપત્રમાં તમામ વિભાગો, કચેરીઓ અને સરકારી અધિકારીઓને ખર્ચ ઘટાડવા અને ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અપનાવવા સૂચનાઓ અપાઈ છે.

વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્સચેન્જના ઉપયોગ અંગે પગલાં લેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી અધિકારીઓ/કર્મચારીઓનો પ્રવાસ ન કરવો પડે તે રીતે ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે, ટેલિફોન, મોબાઇલ, ઈ-મેઇલ, વીડિયો કોન્ફરન્સિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો રહેશે અને અત્યંત જરૂરી હોય તે સિવાય ક્ષેત્રિય અધિકારીઓ/કર્મચારીઓને મીટિંગ માટે બોલાવવાના બદલે ‘વીડિયો કોન્ફરન્સિંગ’ અથવા ‘ઓનલાઇન માધ્યમ’ દ્વારા બેઠકો યોજવાને પ્રાધાન્ય આપવાનો આદેશ અપાયો છે. અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. અનિવાર્ય સંજોગો સિવાય વિદેશમાં યોજાતી તાલીમ/પરિસંવાદ/અભ્યાસ પ્રવાસો/પરિષદોમાં ભાગ લેવાનું ટાળવાના નિર્દેશ અપાયા છે. 

અન્ય રાજ્યોમાં/કેન્દ્રમાં યોજાતી બેઠકો માટે બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી સહભાગી થવું અને પ્રત્યક્ષ પ્રવાસ ટાળવો. આમ છતાં રાજ્ય બહારની મુસાફરી અનિવાર્ય બને તો ઉચ્ચ અધિકારીઓએ પ્રવાસમાં તેમના જૂનિયર અન્ય અધિકારીઓ/કર્મચારીઓને અત્યંત જરૂરી હોય તે સિવાય સાથે ન રાખવાની કાળજી લેવાની રહેશે. અધિકારી/કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી ટાળવી અને આમ છતાં સરકારી કામકાજ અર્થે જિલ્લા બહાર મુસાફરી જરૂરી બને તો મુસાફરી કરતા પહેલાં તેમના નિયંત્રણ અધિકારીની મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

આ પણ વાંચોઃ આજે રાજ્યના 35 હજાર મેડિકલ સ્ટોર્સ રહેશે બંધ, દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં હડતાળ

જે અધિકારીઓ પાસે સરકારી વાહનોના વિકલ્પ તરીકે પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ઉપલબ્ધ હોય, તેઓએ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)/Hybrid model નો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો. પર્યાવરણ જાળવણી અને ઇંધણની બચત માટે અધિકારીઓ/કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી ખાનગી વાહનોનો ઉપયોગ ટાળીને જાહેર પરિવહન સેવાઓ (જેમ કે મેટ્રો, એસ.ટી. નિગમની બસ, રેલવે વગેરે) નો મહત્તમ ઉપયોગ કરવો. તમામ સરકારી કચેરીઓમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે.

સંપન્ન વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે ભાવવધારો અટકાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ન થાય તે માટે જનજાગૃતિ અભિયાન ચલાવવાનું રહેશે. આ સૂચનાઓનો સર્વે વિભાગોમાં તેમજ તેમના હેઠળના ખાતાના વડાની કચેરીઓ/તાલુકા કચેરીઓ, જાહેર સાહસો, મંડળો, નિગમો, કંપનીઓ, સ્વાયત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ, ગ્રાન્ટ-ઇન-એઇડ તમામ સંસ્થાઓ વગેરેમાં ચૂસ્તપણે અમલ કરવા જણાવવામાં આવે છે.

Frequently Asked Questions

સરકારી ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કયા પગલાં લેવામાં આવ્યા છે?

સરકાર દ્વારા ઈંધણ બચત અને ખર્ચ નિયંત્રણ માટે 11 નવા નિયમો જાહેર કરાયા છે. આ નિયમોમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ અને જરૂરિયાત મુજબ પ્રવાસ જેવા પગલાં સામેલ છે.

પ્રવાસ અંગેના નવા નિયમો શું છે?

જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન કરવું પડશે. શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સિંગ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રવાસ ટાળવો.

વિદેશ પ્રવાસ અંગે શું સૂચનાઓ છે?

અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ પ્રકારના વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. વિદેશમાં યોજાતી તાલીમ કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું.

અધિકારીઓ/કર્મચારીઓએ કયા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ?

સરકારી વાહનોના વિકલ્પ તરીકે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)/Hybrid model નો ઉપયોગ કરવો. જાહેર પરિવહન સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.

કચેરીઓમાં PNG કનેક્ટિવિટી અંગે શું નિયમ છે?

તમામ સરકારી કચેરીઓમાં આગામી 6 મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્ટિવિટી ફરજિયાત મેળવવાની રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
Rain updates: ગુજરાતમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શહેરામાં 5.43 ઈંચ વરસાદ
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
આગામી 2 દિવસ ભારે વરસાદ તૂટી પડશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget