Banaskantha: સ્ટેટ મોનિટરિંગ સેલે ગાડીનો પીછો કરી 6925 દારૂની બોટલ ઝડપી
વિજિલન્સે રાજસ્થાન તરફથી આવતી બે ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
બનાસકાંઠા: ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બનાસકાંઠામાં બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. વિજિલન્સે રાજસ્થાન તરફથી આવતી બે ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કોતરવાડા કેનાલથી દેવપુરા કેનાલ સુધી ગાડીનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપયો છે.
8,26,643 રૂપિયાના મુદ્દા માલ સાથે 6925 દારૂની બોટલ મળી આવી છે. ગાડી સહિત 14,26,643 નો મુદ્દા માલ કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વાવ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ડીસામાં 23 વર્ષના યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી
ડીસાના ધુળિયાકોટ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. 23 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું અનુમાન છે. સાગર ઠાકોર નામના યુવકે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી છે. હાલમાં ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ સામે આવશે કે યુવકે શા માટે આત્મહત્યા કરી. યુવકના મોતના પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ખેડા ખાતે કેનાલમાંથી બે અજાણ્યા બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
ખેડા: ગળતેશ્વર મુખ્ય મહી કેનાલમાંથી બે બાળકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સ્થાનિકો દ્વારા બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ગામના ખેડૂતોએ મૃતદેહો તરતા જોતાં પોલીસને જાણ કરી હતી. સેવાલિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બાળકોની ઓળખ કરી વાલી વારસોની શોધ કરવા સહિતની તપાસ હાથ ધરાઈ છે.
વૃક્ષ ધરાશાયી થતા ગર્ભવતી મહિલાનું મોત
કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન લીમડાનું વૃક્ષ ધારાસાયી થતા ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રી દરમ્યાન ગર્ભવતી મહિલા, તેનો પતિ અને પુત્ર સુતા હતા તે સમયે દુર્ઘટના ઘટી હતી. જોરદાર પવન આવતા લીમડાનું વૃક્ષ થયું ધરાસાયી થયું હતું. મૃતક ગર્ભવતી મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડાયો છે. ઘટનાને પગલે રાણકપુર ગામમાં અરેરાટી મચી ગઈ હતી. થરા પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.