શોધખોળ કરો
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શું આપ્યું મોટુ નિવેદન ? જાણો વધુ વિગત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે.
ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોર્ટ મેટર છે. ચૂંટણી પંચ નક્કી કરશે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં પણ કૉંગ્રેસનો સફાયો નક્કી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રદેશ કૉંગ્રેસે પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજથી 10 દિવસ ગુજરાત કૉંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે. રાજીવ સાતવના ગુજરાત પ્રવાસ દરમિયાન પ્રદેશ અને જિલ્લા કૉંગ્રેસના માળખામાં ફેરફારની અને રચનાની જરૂરિયાત મુજબ જાહેરાતો થશે.
ચૂંટણીને લઈને નિરીક્ષકોને સોંપેલી જવાબદારી અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આગામી 10 દિવસ દરમિયાન સાતવ જિલ્લા અને તાલુકાઓના પ્રવાસ કરી કાર્યકરો સાથે ચર્ચા કરશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રદેશ કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement