શોધખોળ કરો

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું- 'નાણાવાળા નાથાલાલ અને નાણા વગરનો નાથિયો' અમે અત્યારે.....

ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલ (Nitin Patel) નું આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું.

ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલ (Nitin Patel) નું આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું.  મોરબીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના હૃદયની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. ખોખરા હનુમાન ધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં નીતિન પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આમંત્રણ મળ્યુ હતું. જો હવે અને હું નાથિયા જેવા થઇ ગયા છે.  સાથે જ તેમણે એક ગુજરાતી કહેવત ‘નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ" ટાંકીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 

મોરબીના ખોખરા હનુમાન હરિધામ ખાતે રવિવારે વેદ વિધાલય અને સંસ્કૃત મહાવિધાલય તથા ગુરુકુળના નવા ભવનનો ઉદ્ઘાટન પ્રસંગ યોજવામાં આવ્યો હતો. જે પ્રસંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય તેમજ પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સહિતના મહાનુભાવો તેમજ મહામંડલેશ્વર માં કનેશ્વરી દેવીના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.  જે પ્રસંગે ઉદબોધન કરતા નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે સત્તામાં હોય કે ના હોય પરંતુ તેને બોલાવે તે મહત્વનું છે મંદિરનું જયારે તેમને આમંત્રણ મળ્યું ત્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા અને બાદમાં પરિસ્થિતિ બદલાઈ હતી છતાં માતાજીએ તેઓને ઉદ્ઘાટન કાર્યક્રમમાં આવવાનું જ છે તેવું આમંત્રણ આપતા તેઓ આજે પધાર્યા હોવાનું જણાવ્યું હતું. 

તેમણે પોતાનું મોટાભાગનું વક્તવ્ય હિન્દી ભાષામાં જ આપ્યું હતું એટલું જ નહિ તેઓએ જણાવ્યું હતું કે મોરબી અગાઉ હોનારત અને સિરામિક ઉદ્યોગથી ઓળખાતું હતું જયારે હવે એમાં ત્રીજી વસ્તુ ઉમેરાઈ છે અને હવે મોરબી સંસ્કૃત વિશ્વ વિધાલયથી ઓળખાશે તો ખોખરા હનુમાન ધામ ખાતે ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા પણ બનવાની છે સાથે જ કોરોના કાળમાં ઉદ્યોગપતિઓએ કરેલી સેવાને નીતિનભાઈ પટેલે બિરદાવી હતી.  વક્તવ્ય પૂર્ણ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે જોકે હોદો ના હોવા છતાં તેઓને આમંત્રણ મળ્યું હતું જેથી ગમ્મતમાં તેઓ બોલ્યા હોવાનું જણાવ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain| અમદાવાદમાં આગામી ત્રણ દિવસને લઈને કરાઈ સૌથી મોટી આગાહીAhmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?Ahmedabad Monsoon Updates| આ રોડ પરથી નીકળતા પહેલા ચેતી જજો નહિંતર ધડામ કરી પડશો ખાડામાંGujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
લદાખમાં મોટી દુર્ઘટના: ટેન્ક અભ્યાસ દરમિયાન નદીનું જળસ્તર વધતા અનેક જવાનો શહીદ થયાની આશંકા
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
પાર્ટ ટાઈમ કર્મચારી સરકારના સમાન કામ, સમાન વેતનની માંગ કરી શકે નહીઃ ગુજરાત હાઈકોર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
આજનું હવામાનઃ આજે 17 રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, દિલ્હીમાં વરસાદે 88 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITR Filing 2024: યોગ્ય ફોર્મ પસંદ ન કરવાથી ITR રિજેક્ટ થઈ શકે છે, જાણો કેવી રીતે પસંદ કરવું?
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
ITRથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, આગામી એક મહિનામાં ઘણી ડેડલાઈન પૂરી થઈ જશે
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Greater Noida News: દિલ્લીમાં દુર્ઘટના, મકાન ધરાશાયી થતાં 6 બાળકો દબાયા, ત્રણના કરૂણ મોત
Embed widget