શોધખોળ કરો
Advertisement
ગુજરાત સરકાર રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં લેશે આ મોટો નિર્ણય, બુધવારે જાહેરાતની શક્યતા
સીબીએસઈની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનાથી નવું સત્ર શરૂ કરવાનું શક્ય ના હોવાથી આ વર્ષે જુન મહિનાથી જ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના વધતા કેસો વચ્ચે રાજ્ય સરકારે 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં શાળાઓ તો પહેલેથી બંધ છે અને હવે જલદી ખૂલે તેવી શક્યતા નથી એ જોતાં રાજ્ય સરકાર ઘોરણ 1થી ધોરણ 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને ઉપલા વર્ગમાં ચડાવી દેશે એવું જાણવા મળે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિજય રૂપાણી સરકારે સૈધ્ધાંતિક રીતે આ નિર્ણય લઈ લીધો છે. બુધવારે કેબિનેટની બેઠકમાં તેને સત્તાવાર રીતે મંજૂરી મળી જાય પછી તેની જાહેરાત કરાશે. આ ઉપરાતં ચાલુ વર્ષે અગાઉનાં વરસોની જેમ જ શૈક્ષણિક સત્ર પણ રાબેતા મજુબ ચાલુ થશે. સીબીએસઈની પેટર્ન પ્રમાણે માર્ચ મહિનાથી નવું સત્ર શરૂ કરવાનું શક્ય ના હોવાથી આ વર્ષે જુન મહિનાથી જ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement