Suicide: થરાદમાં પાંચ લોકોએ કેનાલમાં કૂદી આત્મહત્યા કર્યાની આશંકા, બે બાળકના મૃતદેહ બહાર કઢાયા
બનાસકાંઠાના થરાદ પાસે કેનાલમાં પાંચ જણાએ ઝંપલાવ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે
![Suicide: થરાદમાં પાંચ લોકોએ કેનાલમાં કૂદી આત્મહત્યા કર્યાની આશંકા, બે બાળકના મૃતદેહ બહાર કઢાયા Suicide: Five people committed suicide by jumping into the canal in Tharad Suicide: થરાદમાં પાંચ લોકોએ કેનાલમાં કૂદી આત્મહત્યા કર્યાની આશંકા, બે બાળકના મૃતદેહ બહાર કઢાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/01/f734d4870cffbe6d5ba7ae3916676d8c166202381855374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બનાસકાંઠાના થરાદ પાસે કેનાલમાં પાંચ જણાએ ઝંપલાવ્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર સણધર પાસ ત્રણ બાળકો સાથે મહિલા અને પુરુષે કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી કેનાલમાંથી બે બાળકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને અન્ય ત્રણ જણાની શોધખોળ ચાલી રહી છે.
Death: દુનિયાના સૌથી એકલા માણસનું મોત, છેલ્લા 25 વર્ષથી અમેઝોનના જંગલમાં રહેતો હતો એકલો
દુનિયાથી એકલા રહેતા માણસનુ મોત થયાના સમાચાર સામે આવ્યા છે, લગભગ 26 વર્ષો સુધી દુનિયાથી અલગ રહેતા શખ્સનુ મોત થઇ ગયુ છે. દુનિયાનો સૌથી એકલો આદિવાસી શખ્સ, જે અમેઝૉનના જંગલમાં છેલ્લા 26 વર્ષથી એકલો રહી રહ્યો હતો, તેનુ મોત બ્રાઝિલમાં થઇ ગયુ છે.
ખાસ વાત છે કે, ધ ગાર્ઝિયન અનુસાર, રહસ્યમય વ્યક્તિ બ્રાઝિલમાં એક અસંબંધ સ્વદેશી સમૂહનો અંતિમ શેષ સભ્ય હતો. તેને "મેન ઓફ ધ હૉલ" તરીકે ઓળખાતો હતો, કેમ કે તેને પોતાનો મોટાભાગનુ અસ્તિત્વ જમીનમાં ખોદેલા ખાડાઓમાં સંતાવવા કે આશ્રય આપવામાં વિતાવ્યો હતો. તેનુ એમેઝોનનાં ગાઢ જંગલોની વચ્ચે એક ઝૂંપડું છે. જ્યારે બ્રાઝિલની એજન્સી ફુનાઈ 23 ઓગસ્ટે ત્યાં પહોંચી તો ઝૂંપડીની બહાર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો.
તે છેલ્લાં 26 વર્ષથી અહીં એકલો રહેતો હતો અને તે આદિજાતિનો એકમાત્ર વારસદાર હતા. તેમના મૃત્યુ સાથે એ આદિજાતિ અને તેની સંસ્કૃતિ પણ સમાપ્ત થઈ ગઈ. તેની પાસે 8,000 હેક્ટર જમીન હતી. 26 વર્ષ પહેલાં તેના પરિવારના તમામ સભ્યોની રેન્ચર્સ એટલે કે પશુપાલકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ રેન્ચર્સ એવા લોકો છે, જે ખેતી અને પશુપાલન કરે છે .તેમના વિસ્તારમાં મોટા ખાડાઓ બનાવતો હતો, આ માણસનું નામ શું હતું એ કોઈને ખબર નથી. તેમને 'ધ મેન ઓફ ધ હોલ' કહેવામાં આવતું હતું. તેમને આ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું, કારણ કે તેમણે તેમના રહેવા માટેના આ વિસ્તારમાં ઘણા મોટા ખાડાઓ બનાવ્યા હતા. આ નામ પણ તેમને ફુનાઈએ જ આપ્યું હતું. ફુનાઈ બ્રાઝિલમાં સ્વદેશી આદિવાસીઓને બચાવવા માટે કામ કરતી એજન્સી છે.
ફુનાઈના અધિકારીઓનું કહેવું છે કે તેમની ઉંમર વિશે કોઈની પાસે સાચી માહિતી નથી, પરંતુ જો એનો અંદાજ લગાવવામાં આવે તો તેમની ઉંમર 60 વર્ષની આસપાસ હશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)