શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસને ઝટકો, સુપ્રીમ કોર્ટે શું આપ્યા આદેશ? જાણો વિગત
સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજીની સુનાવણી ટળી જતાં ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસ તરફથી રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન ન કરવાની અરજી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે હાલ પુરતી કોંગ્રેસની અરજીની સુનાવણીનો ઈન્કાર કરી દીધો છે. હવે પાંચમી જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બંને બેઠકો માટે અલગ અલગ મતદાન યોજાશે અને સાંજે જ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ મામલે કોંગ્રેસની અરજીની સુનાવણી ટળી જતાં ચૂંટણીની કાર્યવાહીમાં દખલ દેવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો માટે ભાજપના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
રાજ્યસભાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. આગામી પાંચમી જુલાઈના રોજ હવે આ બંને બેઠક માટે ચૂંટણી યોજાશે. ભાજપે બંને બેઠક માટે વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે.Supreme Court refuses to entertain a plea of Gujarat Congress leader Pareshbhai Dhanani against the decision of the Election Commission to hold separate by-polls for two vacant Rajya Sabha seats in the state, saying it may approach the Election Commission. pic.twitter.com/hjeN15to8Q
— ANI (@ANI) June 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement