શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ વિસ્તારમાં આભ ફાટ્યું, 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો
માંડવીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા.
અમદાવાદઃ રાજ્યમાં મેઘમહેર યથાવત છે. હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારે સુરતમાં માંડવીમાં ગઈકાલે આભ ફાટ્યું હતું. માંડવીમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
માંડવીમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કેટલાક ગામોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હત. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અચાનક આવેલી આફતને લઈ ગામોની મુલાકાતે નીકળ્યા હતા અને અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરીએ તો તાપીના ડોલવણમાં આભ ફાટ્યું છે. અહીં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. તો તાપીના વ્યારામાં સાડા સાત ઈંચ, સોમનાથના તાલાલામાં સાડા સાત ઈંચ વરસાદ નોધાયો છે અને તાપીના વાલોડમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ, સુરતના બારડોલીમાં પણ પોણા છ ઈંચ વરસાદ પડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
દેશ
ગુજરાત
Advertisement