શોધખોળ કરો
Advertisement
(Source: Poll of Polls)
ગુજરાતના મંત્રીને તતડાવનારી આ મહિલા પોલીસ થઈ રહી છે ટ્વિટર પર ટોપમાં ટ્રેન્ડ, જાણો વિગત
રાજય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી વચ્ચે ગુરુવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રોકવા બાબતે બોલાચાલી થઈ હતી.
સુરત: સુરતમાં કર્ફ્યુનો ભંગને લઈને મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવ વચ્ચે થયેલો વિવાદ હાલ ચર્ચામાં છે. રાજય આરોગ્ય મંત્રીના પુત્ર અને મહિલા પોલીસકર્મી વચ્ચે ગુરુવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રોકવા બાબતે બોલાચાલી થઈ હતી. તેની વચ્ચે મહિલા પોલીસકર્મીને લઈ ટ્વિટર પર #i_support_sunita_yadav ટ્રેન્ડ થયું હતું. આ મામલે અત્યાર સુધી 25 હજારથી વધુ ટ્વિટ થઈ ચૂક્યા છે.
મળતી જાણકારી અનુસાર, ગુરુવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા પાંચ જણાએ કર્ફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી ત્યાં પહોંચ્યો હતો અને બંન્ને વચ્ચે બબાલ થઇ હતી. MLAના બોર્ડ વાળીગાડી લઈને કાનાણીના પુત્ર પ્રકાશને કર્ફ્યુનો નિયમ સમજાવવાના નામે સુનિતાએ તતડાવ્યો. જેના વીડિયો પણ વાયરલ થઈ રહ્યાં છે. આ વિવાદ બાદ મહિલા પોલીસકર્મી સુનિતાએ પોલીસની નોકરીમાંથી રાજીનામું પણ આપી દીધું છે.
કર્ફ્યુનો નિયમ તોડીને મિત્રને બચાવવા જનાર પ્રકાશ કાનાણીને મંત્રી કુમાર કાનાણીએ ટેલિફોન પર બચાવ કર્યો હોય તેવા ટેલિફોનિક વાતચીતમાં જોવા મળી રહ્યું છે. જેને લઈ નેતાજીના પ્રયાસની પણ ચારેકોર ટીકા થઈ રહી છે તો વર્દીનો રૌફ જમાવવાને લઈ સુનિતા યાદવની ટીકા થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion