(Source: ECI/ABP News/ABP Majha)
Surendra Nagar: હેવાનિયતની હદ વટાવી, દફનાવેલી દોઢ વર્ષની મૃત બાળકી પર દુષ્કર્મ આચર્યાની શંકા
પ્રાથમિક તપાસમાં બાળકી સાથે છેડછાડ થયેલ હોવાનું લાગતા પરિવારજનો આરોપ છે. જેથી બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે હાલ રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
Surendra Nagar: સુરેન્દ્રનગરમાં થાન શહેરી વિસ્તારમાં દોઢ વર્ષની મૃત બાળકી સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. દોઢ વર્ષની બાળકીને જન્મથી હ્રદયની બિમાર હતી. જેથી ૨૫ ફેબ્રુઆરીએ સારવાર અર્થે થાન સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં ડોકટરે મૃત જાહેર કરી. જેથી બાળકની દફન વિધી કરવામાં આવી હતી. દફનવિધી બાદ બાળકીનો મૃતદેહ અસ્ત વ્યસ્ત હાલતમાં મળી આવતા પરિવારજનોએ પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને આ મામલે જાણ કરી હતી. જેથી દફન કરેલ મૃત બાળકીના મૃતદેહને થાન હોસ્પિટલમાં લવાયો હતો.
પ્રાથમિક તપાસમાં બાળકી સાથે છેડછાડ થયેલ હોવાનું લાગતા પરિવારજનો આરોપ છે. જેથી બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે હાલ રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે અને પરિવારજનોએ મૃત બાળકી સાથે દુષ્કર્મ આચરનાર શખ્શોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. તો પોલીસે પણ સીસીટીવી અને બાતમીદારોને કામે લગાડી તપાસ હાથ ધરી છે.
સુરતથી દિલ્લી જતી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના બનતા અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
સુરતથી દિલ્લી ફલાઈટ સાથે બર્ડ હિટની ઘટના ઘટી છે. ઈન્ડિગો ફલાઇટ સુરતથી ટેક ઓફ થઈને તરત જ બર્ડ હિટ થતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે ફલાઇટને અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી અન્ય ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને દિલ્લી લઈ જવાયા હતા. 50થી વધુ મુસાફરો ફલાઇટમાં મોજુદ હતા. જેમાં સુરત ના નકુલ પાટીલ અને માતા વર્ષા પાટીલ દિલ્લી એરપોર્ટ પર અટવાયા હતા.
આજે સવારે સુરાતવાસીઓ સુરતથી દિલ્લી થઈ કાઠમંડુ જવાના હતા. સુરતમાં ફલાઇટ ટેક ઓફ થઈ ત્યારે બર્ડ હિટ થયું ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સુરતના નકુલ પાટીલ સહિત તેની માતા ઇન્ડિગો ફલાઇટમાં સવાર હતા. સૌથી પહેલા અમદાવાદ પહોંચી તમામ મુસાફરોને વેટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા,પરંતુ ત્યાં સુધી શુ ઘટના બની તે મુસાફરોને જણાવવામાં આવ્યું ન હતું. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે ઇન્ડિગો કંપનીના કર્મચારીઓએ મુસાફરો સાથે દિલ્લીમાં ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને 3 દિવસ ફેરવી ફેરવી કાઠમંડુ લઈ જવામાં આવશે તેવી વાત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચને હોદ્દા પરથી દૂર કર્યા
તરેટી ગામના સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યો મળી કુલ છ લોકોને જીલ્લા વિકાસ અધિકારીએ હોદા ઉપરથી કરતા ચકચાર મચી છે. તરેટી ગામની ગોચરની જમીનનો ગેર કાયદેસર ઠરાવ કરી વાણીજ્ય હેતુ માટે આપતા આ મુદ્દે ગામના એક વ્યક્તિએ જીલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી હતી, જેને પગલે સરપંચ, ઉપ સરપંચ સહીત છ સભ્યોને પોતાના હોદ્દા ઉપરથી દુર કરાયા હતા. હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. તો બીજી તરફ ઘણા લોકો જિલ્લા વિકાસ અધિકારીની આ કામગીરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.