Surendranagar: સાયલામાંથી પોલીસે 59 લાખની કિંમતનો 900 પેટી વિદેશી દારૂ ભરેલું ટેન્કર પકડ્યુ, આરોપી ફરાર
ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દારૂની હેરાફેરી પણ શરૂ થઇ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલું ટેન્કર પોલીસે પકડ્યુ છે
Surendranagar Crime News: ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દારૂની હેરાફેરી પણ શરૂ થઇ હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાથી મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલું ટેન્કર પોલીસે પકડ્યુ છે. આ ટેન્કરમાં અંદાજિત 59 લાખ રૂપિયાથી પણ વધુનો 900 પેટી વિદેશી દારૂ હોવાનું ખુલ્યુ છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ આ કિસ્સામાં હજુ સુધી કોઇ આરોપી ઝડપાયો નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એકવાર વિદેશી દારૂની રેલમછેલ થતાં બચી છે, અત્યારે ચૂંટણીનો માહોલ છે ત્યાં જ જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી શરૂ થઇ છે. ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાંથી સાયલા પોલીસે વિદેશી દારૂ ભરેલા ટેન્કરને પકડી પાડ્યુ છે. જિલ્લાના સાયલાના વખતપર ગામના ઢાળ નજીક પોલીસે એક્શન લીધી હતી, દરોડાની કામગીરી દરમિયાન પોલીસે અહીંથી આજે ઇંગ્લિશ દારૂ ભરેલા એક ટેન્કર પકડી પાડ્યુ હતુ. આ ટેન્કરમાં અંદાજિત 900 પેટી વિદેશી દારૂ ભરેલો હતો, જેની કિંમત 59 લાખ કરતાં પણ વધુની હોવાની સામે આવ્યુ છે. પોલીસે આ કાર્યવાહીમાં દારૂના ટેન્કરની સાથે સાથે કટીંગમાં આવેલી અન્ય બે પિકઅપ ગાડી પણ પકડી હતી. આ કિસ્સામાં પોલીસે દારૂ સહિત 59 લાખના કુલ મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને હાથે એકપણ આરોપી ચઢ્યો ન હતો. એકપણ આરોપી ના પકડાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.
ધ્રાંગધ્રા પોલીસના નકલી કૉલ સેન્ટર પર દરોડા, 6.67 લાખના મુદ્દામાલ સાથે બે મહિલા-બે પુરુષો ઝડપાયા
રાજ્યમાં ગુનાખોરીની પ્રવૃત્તિ દિવસે દિવસે વધી રહી છે, સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે એક મોટી રેડ કરીને ફરી એકવાર ગેયકાયદેસર ચાલતુ કૉલ સેન્ટર ઝડપી પાડ્યુ છે. પોલીસે બાતમીને આધારે દરોડા પાડતાં જ સ્થળ પરથી બે મહિલાઓ અને બે પુરુષોને ઝડપી પાડ્યા, આ દરમિયાન તેમની સાથે લાખોના મુદ્દામાલને પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કૉલ સેન્ટર સુરેન્દ્રનગરનાા હીરાપુરમાં એક ફાર્મ હાઉસમાં ચાલી રહ્યું હતુ. હાલમાં ગુનો નોંધી ધ્રાંગધ્રા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ચાલતુ એક મોટુ કૉલ સેન્ટર પકડાયુ છે. પોલીસે બાતમીના આધારે દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં બે મહિલા અને બે પુરુષો સહિત લાખોના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં આ ગેરકાયદેસર કૉલ સેન્ટર ચાલી રહ્યું હતુ, પોલીસને બાતમી મળતાં જ ધ્રાંગધ્રા પોલીસે આ ગેરકાયદેસર કૉલ સેન્ટર પર દરોડા પાડ્યા હતા, આ દરમિયાન સ્થળ પરથી બે મહિલા અને બે પુરુષોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્થળ પરથી પોલીસે ૩ લેપટૉપ, ૧ કૉમ્પ્યુટર, ૩ આઇફોન, ૧ એન્ડ્રોઇડ મોબાઇલ અને એક કાર સહિત કુલ ૬.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મામલામાં ધ્રાંગધ્રા પોલીસે કુલ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો, જેમાં બે મહિલા અને બે પુરુષ સાથે અન્ય એક ફરાર આરોપી સામેલ છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.