Surendranagar: થાનમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, ગેરકાયદે ખોદકામ ઝડપાયુ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગરના થાનના ખાખરાળામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા ખાનન કામ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
Surendranagar: સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે, જિલ્લાના થાન પંથકમાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ટીમે અચાનક રેડ કરતાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડવામા આવ્યો છે.
માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના થાનના ખાખરાળામાં ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા ખાનન કામ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે રેડ કરવામા આવી હતી. આ કાર્યવાહીમાં મશીનથી કાર્બોસિલ અને ફાયરકલે ખોદકામ થતું ઝડપાયું હતુ. આ દરોડામાં ટીમે ડમ્પર મશીન હિટાચી, કાર્બોશીલ ખનીજ બે ટ્રેક્ટર અને ત્રણ ચરખી સહિત 2 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરી લીધો હતો. તમામ મુદ્દામાલ સ્થાનિક પોલીસ મથકને સોંપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Rajkot: બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને પગલે શરૂ થયો વિવાદ, જાણો કોણે બાબાને ગણાવ્યા તાંત્રિક?
Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે.
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો.
એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.