સ્વામીનારાયણ સ્વામીએ હનુમાનજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતાં રોષ, હનુમાનજીને શું ગણાવ્યા ?
સ્વામી અક્ષરમુનિએ દાવો કર્યો કે, હનુમાનજી ભગવાન નથી પણ એક સંત છે અને તે ભગવાનને ભજી ભજીને તે પૂજનીય બન્યા છે.
ભુજઃ હિંદુ દેવ-દેવીઓ વિશે વિવાદાસ્પદ નિવેદનો કરવાની વધુ એક ઘટના નોંધાઈ છે અને આશ્ચર્યજનક રીતે આ નિવેદન સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ કર્યું છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયો છે તેમાં તેમણે હનુમાન ભગવાન પર વિવાદાસ્પદ કોમેન્ટ કરી છે.
ખાનગી ભક્તિ ચેનલના કથા કાર્યક્રમમાં સ્વામી અક્ષરમુનિજીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે, હનુમાનથી ભગવાન નથી પણ એક સંત છે. સ્વામી અક્ષરમુનિએ દાવો કર્યો કે, હનુમાનજી ભગવાન નથી પણ એક સંત છે અને તે ભગવાનને ભજી ભજીને તે પૂજનીય બન્યા છે. સ્વામી અક્ષરમુનિજીના આ વિવાદાસ્પદ નિવેદનના કારણે હનુમાનજીને પૂજનારા તેમજ હિન્દૂ ભક્તોમાં રોષ ફેલાયો છે.
એક વ્યક્તિએ ઓનલાઈન પૂછેલા સવાલનો જવાબ આપતાં સ્વામી અક્ષરમુનિજી કહે છે કે, તેઓ મહાન બ્રહ્મચર્ચ વ્રતને ધારણ કરનારા છે એટલે સંત છે અને આમેય ભગવનના ભક્ત છે. તેઓ ભગવાન નથી પણ ભગવાનનને ભજી ભજીને એટલો રાજીપો મેળવ્યો કે ભગવાન રામે તેમને પોતાની સમાન પૂજનીય બનાવ્યા. જો એવા તો બને નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છ કે પૂજાય છે પણ તેઓ ભગવાન નથી. તેઓ ભગવાનના ઉત્તમ પ્રકારની ભક્તો છે. એટલે એ સંત છે, તેમને સંત કહી શકીએ. બ્રહ્મચારી કહી શકીએ. ભગવાનના ઉત્તમ ભક્ત કહી શકીએ પણ હનુમાનજી મહારાજ છે ઈ ભગવાન ન કહી શકાય.
કોરોના અંગેના ભાજપ ધારાસભ્યના બકવાસ નિવેદન સામે અમદાવાદની જનતાએ શું દાખવ્યો જોરદાર આક્રોશ ?
Coronavirus: સુરતમાં ઘાતક બની રહ્યો છે કોરોના, રોજ બનાવી રહ્યો નવા રેકોર્ડ, જાણો વિગત
Coronavirus News: મહારાષ્ટ્રથી સુરત આવેલા કેટલા લોકોનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ? આંકડો જાણીને ચોંકી જશો
Coronavirus: દેશમાં કોરોનાએ માર્થો ઉથલો, 114 દિવસ બાદ નોંધાયા 43 હજારથી વધારે કેસ