(Source: ECI/ABP News/ABP Majha)
Swine Flu:રાજ્યમાં સ્વાઇન ફૂલેએ વધારી ચિંતા, રાજકોટ જિલ્લામાં 2નાં મોત, આ લક્ષણો અનુભવાય તો સાવધાન
રાજ્યમાં સ્વાઇન ફ્લૂના વધતાં જતાં કેસે ચિંતા વધારી છે. રાજકોટ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસ નોંધાયા છે.
Swine Flu:રાજ્યમાં સ્વાઇન ફ્લૂના સતત કેસ વધી રહ્યાં છે. સ્વાઇન ફ્લૂના કારણે રાજકોટ જિલ્લામાં 2 દર્દીના મોત થયા છે. જસદણના યુવાનનું સ્વાઈન ફ્લુથી મોત થયું છે. તો કોટડા સાંગાણીમાં પણ એક યુવતીનું સ્વાઈન ફ્લુના કારણે મોત થયું છે. રાજકોટ જિલ્લામાં એક મહિનામાં સ્વાઈન ફ્લુના 16 દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જેતપુરમાં પાંચ, ધોરાજી,લોધિકા,પડધરીમાં એક એક સ્વાઇન ફ્લૂનો કેસ નોંધાયો છે. ઉપલેટા, જસદણ, રાજકોટ તાલુકામાં બે બે કેસ નોંધાયા છે.
ગરમીની શરૂઆત થતાં જ રોગચાળો પણ વકર્યો છે. માર્ચ મહિનાના 25 દિવસમાં જ સ્વાઈનફ્લૂના 380 કેસ નોંધાયા છે. સ્વાઈનફ્લૂના કેસ મામલે ગુજરાત દેશમાં ચોથા નંબરે છે. ગુજરાતમાં સ્વાઈનફ્લુએ હાલ કાળો કેર વર્તાવ્યો છે. સ્વાઇન ફ્લૂના ત્રણ જ મહિનામાં 360 કેસ નોંધાયા છે. જેમાંથી 15 લોકોના મોત નિપજ્યાં છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુના કેસ સૌથી વધારે નોંધાયા...અચાનક સ્વાઈફ્લુના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાંમાં વધારો થયો છે.
શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં રોગચાળોએ પણ માજા મૂકી છે. અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાઈરલ ઈન્ફેક્શનના ત્રણ હજાર 20 કેસ નોંધાયા છે. બાળકોમાં પણ શરદી-તાવના કેસ વધારો થયો છે. ખાંસી લાંબો સમય સુધી મટતી ન હોવાની ફરિયાદ વધુ જોવા મળી રહી છે. ડેન્ગ્યુ, સ્વાઈફ્લુ, ઝાડા ઉલટી, તાવ-ઉધરસ સહિતના કેસમાં રાજ્યમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે વધુ ખતરનાક બને છે.
સ્વાઈન ફ્લૂ રોગ H1N1 વાયરસથી થાય છે. આ એક શ્વસન ચેપી રોગ છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બને છે. આ રોગ ડુક્કરમાં જોવા મળતા ઈન્ફલ્યુએન્ઝા સ્ટ્રેનના કારણે થાય છે. આ રોગ પ્રથમ વખત વર્ષ 1919માં જોવા મળ્યો હતો. તે જ સમયે, ભારતમાં સ્વાઈન ફ્લૂનો પ્રથમ કેસ વર્ષ 2009માં નોંધાયો હતો. નિષ્ણાતોના મતે, આ રોગ એઇડ્સ અને એચઆઇવીથી પીડિત દર્દીઓ માટે ખતરનાક છે. જોકે સ્વાઈન ફ્લૂના દર્દીઓની પ્રાથમિક કક્ષાએ સારવાર શક્ય છે. જો બેદરકારી રાખવામાં આવે તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ માટે જો સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
સ્વાઇન ફૂલના લક્ષણો
તાવ, માથામાં દુખાવો, કફ - થાક અને નબળાઈ - શરીરમાં તીવ્ર દુખાવો -હાંફ ચઢવો, ગળામાં ખરાશ, ઉલટી, પેશાબ વધુ થવો,