શોધખોળ કરો
Advertisement
શિક્ષક દિન: રાજ્યના 44 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરાયા સન્માનિત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્થિતિમાં રાજ્યના 44 શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપવામાં આવ્યા હતા.
ગાંધીનગર: શિક્ષક દિન નિમિત્તે આજે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્થિતિમાં રાજ્યના 44 શિક્ષકો ને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં તમામ મહાનુભાવોએ સમાજમાં શિક્ષકોની મહત્વતા સાથે નવી શિક્ષણ નીતિ પર ભાર મુક્યો હતો.
શિક્ષક દિનના અવસર પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કોઈ મોટું કાર્ય 2-4 લોકોના વિચારથીજ ઉભું થાય છે. આણંદની અમુલ ડેરી અત્યારે ગુજરાતની શાન છે. ડો.કુરિયન અને સરદાર.
વલ્લભભાઈ પટેલના વિચારથી આ કાર્યની શરૂઆત થઈ હતી. ખેડૂતો અને ગરીબોના સંગઠન માટે કરેલ વિચાર આજે ફળીભૂત થયો છે. સહકારી ક્ષેત્રની આ ડેરીનું સંચાલન લોકભાગીદારી થી કરાઈ રહ્યું છે એ પણ મહત્વની બાબત છે..એટલે શિક્ષકો પોતે એકલા હોવાનું ના વિચારી બાળકોના નિર્માણ માટે કામ કરવું જોઈએ..નવી કોઈ શિક્ષા નિતીએ એ એકબે દિવસ નું કામ નથી વર્ષોની મેહતન છે અગાઉ ની શિક્ષણ નીતિ માં માત્ર શિક્ષણ આપવામાં આવ્યું પણ યુવાનો માં કૌશલ્ય ન હતું..યુવાનોને નવી શિક્ષણ નીતિ મુજબ હવે શિક્ષણ ની સાથે કૌશલ્ય પણ મળશે અને તેની માતૃભાષા માં જ શિક્ષણ મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ કહ્યું હતું કે શિક્ષક વગર વિધાર્થી કશું નથી. સક્ષમ પેઢી ના નિર્માણ નું કામ શિક્ષકોનું છે. છેવાડા ના બાળકો માટે સરકાર ચિંતા કરે છે. સરકારી શાળાઓમાં રિવર્સ ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે અને બાળકો પ્રાઇવેટ શાળાઓમાંથી સરકારી શાળા મા ભણવા આવી રહ્યા છે.ગુજરાતમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્માર્ટ કલાસના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement