શોધખોળ કરો

Banaskantha: ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, પૂના ખાતે ટ્રેનિંગ લઈ કરી રહી છે દવાનો છંટકાવ

બનાસકાંઠા: જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે.

બનાસકાંઠા: જિલ્લાના ઠાકોર સમાજની એક મહિલાએ ઊંચી છલાંગ લગાવી કેન્દ્ર સરકારની ડ્રોન દીદી યોજના અંતર્ગત લાખો રૂપિયાનું ડ્રોન મેળવ્યું છે. પૂનામાં 15 દિવસની ટ્રેનિંગ મેળવ્યા બાદ આ મહિલા સફળતાપૂર્વક પોતાના ખેતરમાં  ડ્રોનનો ઉપયોગ કરીને દવાનો છંટકાવ કરીને ડ્રોન પાયલટ બની આધુનિક ખેતીની શરૂઆત કરીને સરકારના સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.

ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પગભર બને તે માટે પ્રધાનમંત્રી દ્વારા વિવિધ યોજનાઑ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓમાં ડ્રોન દીદી યોજનાનો પણ સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત મહિલાઓને કૃષિમાં જંતુ નાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મહિલાઓની આ કલ્યાણકારી યોજનામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામની એક મહિલાની પસંદગી થઈ હતી. જે 15 દિવસની પૂનામાં ટ્રેનિંગ લઈને ડ્રોન પાયલટ બની છે.

Banaskantha: ઠાકોર સમાજની આ મહિલા બની ડ્રોન પાયલટ, પૂના ખાતે ટ્રેનિંગ લઈ કરી રહી છે દવાનો છંટકાવ

કેન્દ્ર સરકાર દ્વારા આ મહિલાને ડ્રોન તેમજ જનરેટર અને બેટરી સંચાલિત રીક્ષા આપવામાં આવી છે. જેથી આ મહિલા હવે બનાસકાંઠા જિલ્લામાં ડ્રોન પાયલટ બનતા હવે ડ્રોન દીદી તરીકે ઓળખવા લાગી છે. સાડી પહેરી હાથમાં ડ્રોનનું રિમોર્ટ લઈને પોતાના ખેતરમાં ડ્રોન ઉડાડતી આ  મહિલાનું નામ છે તેજલબેન ઠાકોર. તેજલબેન ઠાકોર સમાજમાંથી આવે છે. ઠાકોર સમાજમાં મહિલાઓ મોટાભાગે ઘરના કામ કાજ કરતી હોય છે અને ઘૂઘટ ઓઢીને રહેતી હોય છે. પરંતુ તેજલબેનના સાસરિયાઓએ તેજલબેન ખેતી માટે પ્રોત્સાહિત કર્યા અને તેમની પસંદગી ડ્રોન દીદી યોજનામાં થતાં સરકાર દ્વારા તેજલબેનને પુના ખાતે 15 દિવસની ટ્રેનિંગ માટે તેમના પરિવારે મોકલ્યા અને ત્યાં તેજલબેન ડ્રોન ઉડાડવા તેમજ તેના દ્વારા ખેતી કેવી રીતે કરવી તેનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

તે બાદ સરકાર દ્વારા તેજલબેનને ખેતીમાં મદદરૂપ બનવા માટે અંદાજે 15 લાખ રૂપિયાનું ડ્રોન તેમજ ઇલેક્ટ્રિક વહીકલ બિલકુલ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે. જેને લઈ પછાત બનાસકાંઠા જિલ્લાની આ મહિલા અત્યારે ટેકનૉલોજિની મદદથી આધુનિક ખેતી તરફ વળી ખેતીમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરી રહી છે. ખેતરમાં ડ્રોન ઉડાડીને તેજલ ઠાકોર ગર્વ અનુભવી રહ્યા છે. તેમજ આ આધુનિક ડ્રોન આપવા માટે સરકારનો રહ્યા છે. તેમજ આ ડ્રોનની મદદથી આધુનિક ખેતી કરીને પોતાની આવક ડબલ કરીને સમૃદ્ધિ લાવવાનો આશાવાદ સેવી રહ્યા છે. તો ડ્રોન દ્વારા અન્ય ખેડૂતોને પણ મદદરૂપ થઈને સાચા અર્થમાં ડ્રોન દીદી બનીને લોકોને પ્રોત્સાહિત કરવાનું કામ કરવા કટિબધ્ધ બનશે. 

બનાસકાંઠા જિલ્લાની અનેક મહિલાઓ પોતાના પરિવારને ખેતરમાં કામ કરવામાં મદદ કરી રહી છે.  તેજલના સસરિયાઓએ પોતાની પુત્રવધુને કોઈપણ પ્રકારના બંધનમાં ન રાખતા તેને આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. જેથી આજે તેજલ સોલંકી પાયલટ દીદી બનતા તેના પરિવારજનો ખુશી વ્યક્ત કરી ગર્વ અનુભવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના ઠાકોર પરિવારની આ મહિલાના હાથમાં સાવરણી અને ઝાડુના બદલે અત્યારે ડ્રોનનું કંટ્રોલર છે અને આ મહિલા અત્યારે પોતાના ખેતરમાં ટેકનૉલોજિનો ઉપયોગ કરીને આધુનિક ખેતી કરી રહી છે. ત્યારે સરકારની ડ્રોન દીદી યોજના સાચા અર્થમાં સાર્થક થતી જણાઈ રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget