સ્કૂલો શરૂ થઇ ગઈ હોવા છતાં નથી મળી રહ્યાં પાઠ્યપુસ્તકો, કેવી રીતે ભણશે ગુજરાત?
Textbooks Shortage : સ્કૂલો શરૂ થઇ ગઈ હોવા છતાં સુરેન્દ્રનગર અને કચ્છમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યાં નથી.
રાજ્યમાં હાલ શાળામાં નવું સત્ર હાલ ચાલુ થઈ ગયું છે. સરકાર દ્વારા પ્રવેશોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે તેવામાં ધોરણ 1-2 ના ભૂલકાઓ શાળામાં ભણવા માટે તૈયાર થઈ ગયા છે. પણ સરકારી પ્રાથમિક શાળામા પાઠ્યપુસ્તકની અછતના લીધે બાળકો પુસ્તક વગરના થયા છે. સ્કૂલો શરૂ થઇ ગઈ હોવા છતાં સુરેન્દ્રનગર અને કચ્છમાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યાં નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકોની અછત
સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ-1 થી ધોરણ-8 સુધીના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં નહીં મળતા વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પાઠ્યપુસ્તકની ઘટ હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓ આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા ઝડપથી પાઠ્યપુસ્તક મળી રહે તે હેતુસર રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ હજુ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તક પૂરતા પ્રમાણમાં નહીં આપતા વિદ્યાર્થીઓના શિક્ષણ ભવિષ્ય ઉપર અસર થાય તેવી સંભાવનાઓ પણ સેવાઈ રહી છે.
કચ્છ જિલ્લામાં પાઠ્યપુસ્તકોની અછત
કચ્છ જિલ્લામાં આ પરિસ્થિતિ સામે આવી છે. કચ્છમાં અનેક સ્કૂલોમાં પૂરતા પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યા ત્યારે શિક્ષક સંઘ દ્વારા પૂરતા પુસ્તક વિદ્યાર્થીઓ સુધી ઝડપથી પહોંચાડવામાં આવે તેવી માંગ ઉઠી છે.
હાલ એક તરફ સમગ્ર ગુજરાતમાં નવું શિક્ષણ સત્ર ચાલુમાં છે તેમાં પણ ભૂલકાઓ એક થી બે ધોરણમાં એડમિશન સ્કૂલ જોવા માટે તૈયાર થઈ ગયા છે પરંતુ સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકોની ઘટનાને લઈને વિદ્યાર્થીઓ ઉપર તેની અસર જોવા મળી રહી છે
શું કહ્યું નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ?
આ અંગે કચ્છ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીએ કહ્યું કે કચ્છમાં ધોરણ-1માં અભ્યાસ કરતા બાળકોને સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત પુસ્તકો ફાળવવામાં આવતા હોય છે. કચ્છ જિલ્લામાં મોટા ભાગની સ્કૂલોમાં પુસ્તકો પહોંચી ગયા છે, પણ જે સ્કૂલમાં પુસ્તકો નથી પહોંચ્યા, એ સ્કૂલના ડેટા લઈને ગાંધીનગર કચેરીએ પત્ર લખીને જાણ કરીશું. પંરતુ ધોરણ-3 થી ધોરણ-8ના પાઠ્યપુસ્તકોની મંડળ દ્વારા ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે. જે સ્કૂલોમાં અછત છે તેના ડેટા લઈ પત્ર દ્વારા ગાંધીનગર જાણ કરીશું.
Education Loan Information:
Calculate Education Loan EMI