શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 94.89 ટકા વરસાદ
ગુજરાતમાં 169 તાલુકામાં નોંધપાત્ર વરસાદ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 94.89 ટકા વરસાદ થયો છે. ભૂજમાં સૌથી વધુ સાડા છ ઇંચ અને હારીજમાં સાડા ચાર ઈંચ વરસાદ છે.
ગાંધીનગર: ગુજરાતમાં 169 તાલુકામાં નોંધપાત્ર વરસાદ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 94.89 ટકા વરસાદ થયો છે. ભૂજમાં સૌથી વધુ સાડા છ ઇંચ અને હારીજમાં સાડા ચાર ઈંચ વરસાદ છે. રાજ્યના ૩૪ તાલુકાઓમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજ્યમાં મોસમનો સરેરાશ 94.89 ટકા વરસાદ વરસી ચૂકયો છે. જેમાં કચ્છ ઝોનમાં સરેરાશ 112.32 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 75.86 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.03 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 81.59 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ 107.74 ટકા વરસાદ વરસ્યો છે.
રાજસ્થાનમાં સ્થિર થયેલા લો-પ્રેશરથી આગામી ત્રણ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કયાંક મધ્યમ વરસાદની પડવાની હવામાન વિભાગની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહેસાણામાં મધ્યમ વરસાદ પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement