શોધખોળ કરો
Advertisement
રાજ્યના શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, હવે WhatsApp મારફતે લેવાશે પરીક્ષા
આ એક્ઝામમાં વિદ્યાર્થીઓને 10 સવાલ પૂછવામાં આવશે. જે MCQ પ્રકારના હશે. વોટ્સઅપ મારફતે પરીક્ષા માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
રાજ્ય શિક્ષણ વિભાગ હવે વિદ્યાર્થીઓ પાસે વોટ્સઅપ મારફતે પરીક્ષા લેશે. શિક્ષણ વિભાગ આ પ્રયોગ 23 જાન્યુઆરીથી ધોરણ 3થી 10માં ધોરણ સુધીના વિદ્યાર્થીઓ પર અજમાવશે. વિદ્યાર્થીઓ હાલ ઘરે બેઠા ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ ઘર બેઠા જ મોબાઈલ મારફતે પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે, તે માટે વોટ્સઅપ માધ્યમથી પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ એક્ઝામમાં વિદ્યાર્થીઓને 10 સવાલ પૂછવામાં આવશે. જે MCQ પ્રકારના હશે. વોટ્સઅપ મારફતે પરીક્ષા માટે એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સૌથી પહેલા વિદ્યાર્થીઓએ જાહેર કરાયેલા નંબર પર હેલ્લો લખીને મેસેજ કરવાનું રહેશે. જે બાદ વિદ્યાર્થીએ શાળાનો આધાર ડાયસ નંબર લખવાનો રહેશે. જે પછી ધોરણ અને નામ લખવાનું રહેશે.
વિદ્યાર્થીના નામ લખ્યા બાદ તેના નામની યાદી તેને મોબાઈલમાં દેખાશે. જેમાં તેને ક્લિક કરવાનું રહેશે. આ પ્રક્રિયા બાદ 23મી જાન્યુઆરીએ સૌથી પહેલા ધોરણ 3, 4 અને 5ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. જે બાદ 30મી જાન્યુઆરીએ 3 થી 10 સુધીના વિદ્યાર્થીઓની આ પ્રકારે પરીક્ષા લેવાશે.
પરીક્ષા આપ્યા બાદ તરત જ પરીક્ષાની PDF ફાઈલ સાથે પરિણામ મોકલી દેવામાં આવશે. આ પરીક્ષાની સૌથી મોટી ખાસિયત એ છે કે જો વિદ્યાર્થીએ આપેલ જવાબ કોઈ પણ સવાલનો જવાબ ખોટો હશે તો તેને તે વિષય કે મુદ્દાને સમજાવતો વિડીયો વિદ્યાર્થીને મોકલવામાં આવશે. જેથી કરીને વિદ્યાર્થી આપમેળે તે અંગે સચોટ માહિતી મેળવી શકશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement