શોધખોળ કરો

Gujarat Election 2022: કોંગ્રેસની રેલીમાં અસામાજીક તત્વો હોવાનો ભાજપે આક્ષેપ કરતા કિરીટ પટેલે કર્યો વળતો પ્રહાર

Gujarat Assembly Election 2022: પાટણમાં ગઈકાલે નીકળેલા ભાજપ અને કોંગ્રેસના રોડ શો દરમિયાન એક બીજા પર ફુલ નાખવામાં આવ્યા હતા. ભાજપના ઉમેદવાર રાજુલ બેન દેસાઈએ કહ્યું કે, ભાજપની રેલી હોવાથી કોંગ્રેસ ડરી ગઈ હતી.

Gujarat Assembly Election 2022: પાટણમાં ગઈકાલે નીકળેલા ભાજપ અને કોંગ્રેસના રોડ શો દરમિયાન એક બીજા પર ફુલ નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલના રોડ શો દરમિયાન સામેથી ભાજપના ઉમેદવારનો રોડ શો આવતા કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર ઉપર ફુલ વરસાવ્યા હતા. એક જ રૂટ ઉપર ભાજપ કોંગ્રેસની રેલી આમને સામને આવી ગયા બાદ હવે બને ઉમેદવારના નિવેદન સામે આવ્યા છે.

 ભાજપના ઉમેદવાર રાજુલ બેન દેસાઈએ કહ્યું કે, ભાજપની રેલી હોવાથી કોંગ્રેસ ડરી ગઈ હતી. કોંગ્રેસની રેલીમાં અસામાજિક તત્વો અને ગુંડાઓ હોવાની આરોપ રાજુલ બેને લગાવ્યો હતો. આ રેલીમાં દાદાગીરી કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યની ટીમ અને મતદારો સામે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. તેમને હું ચેતવણી આપવા માગું છું. હું કાયદેસરની કાર્યવાહી કરીશ. મારી પ્રજા અને વિસ્તારના લોકોને હેરાન કરતા અસામાજિક તત્વોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આસરો આપવામાં આવે છે. હું એ દરેકની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને જેલના સળીયા પાછળ મોકલીશ.

તો બીજી તરફ કિરીટ પટેલે કહ્યું કે, આજે મારી સામેના ભાજપના ઉમેદવારે અમારી સાથે રેલીમાં જોડાયેલા પાટણના પ્રતિષ્ઠિત ડોક્ટરો હતા. પાટણના પ્રતિષ્ઠિત વેપારીઓ હતા અને મારાં બે નેતા હતા. જયારે તેમને આક્ષેપ કર્યો છે કે ગુંડાઓની ટોળી હતી. આવા આક્ષેપ કેમ કર્યા હચા તે મને નથી સમાજતું. કેમ તેમણે આવું નિવેદન આપ્યું. આમ બને ઉમેદવારોએ એકબીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા રાજકારણ ગરમાયું છે.

જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન યોજાશે. અમદાવાદ સહિત સહિત 14 જિલ્લાની 93 બેઠક માટે મતદાન થશે. મતદાનની ગણતરીના કલાકો પહેલાં વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની મુશ્કેલી વધી છે. વિરમગામમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નામ હેઠળ બેનરો  લાગ્યા છે. જેમાં હાર્દિક પટેલનો વિરોધ કરતાં સૂત્રો લખવામાં આવ્યા છે. બેનર્સમાં જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો ?, શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને મત નહીં, હાર્દિક જાય છે, 13 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે ? હાર્દિક જાહેર કરે જેવા બેનરો લાગ્યો છે.

વિરમગામમાં કોની કોની વચ્ચે છે ચૂંટણી જંગ

વિરમગામમાં ભાજપના હાર્દિક પટેલ, કોંગ્રેસના લાખાભાઈ ભરવાડ અને આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોર વચ્ચે મુકાબલો છે.

ડિસેમ્બરે 14 જિલ્લાની 93 બેઠક માટે બીજા તબક્કાનું મતદાન

  • બનાસકાંઠા જિલ્લો : બેઠકોના નામ : વાવ, થરાદ, ધાનેરા, દાંતા (ST), વડગામ (SC), પાલનપુર, ડીસા, દિયોદર, કાંકરેજ
  • પાટણ જિલ્લો : બેઠકોના નામ : રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર
  • મહેસાણા જિલ્લો : બેઠકો : ખેરાલુ, ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર
  • સાબરકાંઠા જિલ્લો : બેઠકોના નામ : હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા (ST), પ્રાંતિજ
  • અરવલ્લી જિલ્લો : બેઠકોના નામ : ભિલોડા (ST), મોડાસા, બાયડ
  • ગાંધીનગર જિલ્લો : બેઠકો: દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ
  • અમદાવાદ જિલ્લો : બેઠકો: વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારાણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઈ, ધોળકા, ધંધુકા
  • આણંદ જિલ્લો : બેઠકો : ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા
  • ખેડા જિલ્લો : બેઠકોના નામ : માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા, કપડવંજ
  • મહીસાગર જિલ્લો : બેઠકોના નામ : બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર
  • પંચમહાલ જિલ્લો : બેઠકોના નામ :  શહેરા, મોરવાહડફ, ગોધરા, કાલોલ, હાલોલ
  • દાહોદ જિલ્લો : બેઠકો : ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા, દેવગઢ બારિયા
  • વડોદરા જિલ્લો : બેઠકોના નામ : સાવલી, વાઘોડિયા, ડભોઈ, વડોદરા શહેર (SC), સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર, પાદરા, કરઝણ
  • છોટાઉદેપુર જિલ્લો : બેઠકોના નામ: છોટાઉદેપુર, જેતપુર (ST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jamnagar News : જામનગરમાં KYC અપડેટ માટે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલBhavnagar News: રખડતા ઢોરના આતંકનો અંત કેમ નથી આવતો તે મુદ્દે ઢોર નિયંત્રણ અધિકારીએ સ્ફોટક ખુલાસોBotad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવીTobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી આપી, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા
Embed widget