(Source: ECI/ABP News/ABP Majha)
Nasvadi: 27 દિવસ પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં તિરાટ પડી ગઈ. જનતાના 5.5 કરોડ રુપિયા પાણીમાં
Nasvadi: નસવાડી તાલુકાના ગઢ અને ખુશાલ પૂરા વચ્ચેથી પસાર થતી મેણ નદી ઉપર 5.5 કરોડના ખર્ચે બનાવેલ બ્રિજના રબર પીચિંગ અને એપ્રોચ્ રોડ પર તિરાડો અને ગાબડા પડી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે.
Nasvadi: નસવાડી તાલુકાના ગઢ અને ખુશાલ પૂરા વચ્ચેથી પસાર થતી મેણ નદી ઉપર 5.5 કરોડના ખર્ચે બનાવેલ બ્રિજના રબર પીચિંગ અને એપ્રોચ્ રોડ પર તિરાડો અને ગાબડા પડી જતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. પહેલા વરસાદમાં જ તિરાડો પડી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
નસવાડી તાલુકાના ગઢ અને ખુશાલ પૂરા વચ્ચે પસાર થતી મેણ નદી ઉપરના લો લેવલના કોઝવે પર વર્ષોથી લોકો અવર જવર કરતા હતા. લગભગ 100 ગામના લોકો મુખ્ય તાલુકા મથક પર જવા માટે ઉપયોગમાં લેતા હતા.ખાસ કરીને ચોમાસાના સમયે લોકોને ભારે હાલાકીનો સામનો કરતા હતા. નદીમાં ભારે પૂર આવે ત્યારે લોકો સંપર્ક વિહોણા પણ બનતા હતા. કેટલાક લોકો ચોમાસામાં તણાઈ જવાના બનાવો પણ બન્યા હતા. આ સમસ્યાને લઈ વારંવાર સરકારમાં બ્રિજ બને તે માટેની માંગણી કરી હતી.
5.50 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો હતો
વારંવારની માંગણી બાદ મેણ નદી ઉપર પુલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. 5.50 કરોડના ખર્ચે બ્રિજ બની પણ ગયો અને જેને લોકાર્પણ તા 3 જૂનના રોજ રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું.લોકાર્પણ થયે 27 દિવસ જ થયા અને કોન્ટ્રાક્ટરે જે હલકી કક્ષાની કામગીરી કરી છે. તો હવે ભ્રષ્ટાચાર કર્યો છે તે સામે જોવાઇ રહ્યો છે.પૂલને જોડતા માર્ગ સલામત રહે તે માટે સાઇડો પર રબર પિચીંગ કરવામાં આવ્યું છે તેમાં તિરાડો પડી ગઈ છે.
ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે
હલકી કક્ષાનો જે સિમેન્ટ વાપરવામાં આવ્યો હતો તેના પોપડા છુટ્ટા પડી ગયા છે ત્યારે નવ નિર્મિત બનેલ પૂલને જોડતા માર્ગ પર તિરાડો અને ગાબડા પડી ગયા હોઈ લોકો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે. ચોમાસાની હાલ શરૂઆત જ થઈ છે પહેલો જ સામાન્ય વરસાદ થયો છે. અને ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. લોકો અને રાહદારીને એ વાતની ચિંતા છે કે જો ભારે વરસાદ થશે તો ચોક્કસ રોડનું ધોવાણ થઈ જશે અને ફરી તેમને પહેલાની માફક અવર જવર કરવાની મુશ્કેલી વેઠવાનો વારો આવશે. કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ બેદરકારી અને કરવામાં આવેલ ભ્રષ્ટાચારની પોલ જ્યારે સામે આવી છે ત્યારે સરકાર હવે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.