મોંઘવારીને લઇને કોગ્રેસ ફરી આક્રમક, આજે રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે
લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે.
ગાંધીનગરઃ મોંઘવારીને લઈ કૉંગ્રેસ ફરી આક્રમક થઇ છે. આજે કોંગ્રેસ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ યોજશે. લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે રાજ્યભરમાં ધરણા કાર્યક્રમ યોજાશે. રાજ્યના તમામ જિલ્લા મથકો ઉપર કોંગ્રેસ ધરણા કરશે. 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને હવે કોંગ્રેસે રસ્તા પરના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેના અનુસંધાનમાં આજે ધરણા કાર્યક્રમ યોજાશે.
વધતી મોંઘવારીના વિરોધમાં ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં વિરોધ પ્રદર્શન યોજાશે. તો અમદાવાદ શહેરમાં આજથી મોંઘવારી વિરોધી પદયાત્રા શરૂ થશે. અમદાવાદના તમામ 48 વોર્ડમાં દરરોજ બેથી 3 વોર્ડમાં પદયાત્રા યોજાશે.જે 3 કિલોમીટરની હશે.આજે ચાંદખેડા વોર્ડથી આ યાત્રાની શરૂઆત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરાવશે. જેમા ધારાસભ્યો, કોર્પોરેટર, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે.
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને લાગશે મોટો ઝટકો, આ ધારાસભ્ય આપી શકે છે રાજીનામું
વિધાનસભાની ચૂંટણી પહેલા કૉંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. મળતી જાણકારી અનુસાર , .ખેડબ્રહ્માના કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અશ્વિન કોટવાલ આગામી સમયમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપશે. રાજીનામું આપ્યા બાદ અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. મે મહિનાના પહેલા સપ્તાહમાં અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. બીજી તરફ પહેલી મેના રોજ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
રાજધાની દિલ્હીમાં ફરી 1 હજારથી વધુ નવા કોરોનાના કેસ નોંધાયા
રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. દિલ્હીમાં દરરોજ 1 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1083 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1 દર્દીનું કોરોના સંક્રમણના કારણે મોત થયું છે.
આંકડા સતત વધી રહી છે
રાજધાની દિલ્હીમાં કોરોનાના છેલ્લા 24 કલાકના આંકડા સામે આવ્યા છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોની જેમ નવા કેસ 1 હજારના આંકડાને સ્પર્શતા જોવા મળ્યા હતા. તે જ સમયે, સકારાત્મકતા દર 4.48 ટકા પર પહોંચી ગયો છે. હવે દિલ્હીમાં સક્રિય કેસની કુલ સંખ્યા 3975 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, હોસ્પિટલમાં કુલ 80 લોકો દાખલ છે. બાકીના દરેકને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.