Driver Death: સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા પરિવારના ડ્રાઇવરનું મોત, મૃતદેહ કારમાં મળતા હડકંપ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા પ્રવાસીના ડ્રાઇવરનું મોત થયું છે.ડ્રાઇવર કારમાં જ આખી રાત ઊંઘી રહ્યાં હતા સવારે તેમનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગઇ.
Driver Death: સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા પ્રવાસીના ડ્રાઇવરનું મોત થયું છે.ડ્રાઇવર કારમાં જ આખી રાત ઊંઘી રહ્યાં હતા સવારે તેમનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગઇ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવેલા પ્રવાસીના ડ્રાઇવરનું મોત થયું છે.ડ્રાઇવર કારમાં જ આખી રાત ઊંઘી રહ્યાં હતા સવારે તેમનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગઇ. ઘટના કેવડિયા અને ગભાણા વચ્ચે ના પાર્કિંગમાં બની હતી
સમગ્ર ઘટના વિશે વાત કરીએ વડોદરા જિલ્લાના કંડારી ગામનું એક ફેમિલી આર્ટિગા કાર લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યું હતું. કારના ડ્રાઇવર કેવડિયા અને ગભાણા વચ્ચેના પાર્કિગમાં કાર પાર્ક કરીને કારમાં જ રાત્રે ઊંઘી ગયા હતા. સવારે તેનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો હતો. પોલીસે આ મામેલ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં એવો અનુમાન સેવાઇ રહ્યો છે કે, કાર નો દરવાજા બંધ કરી ઊંઘી જતા ગૂંગડાઇ જવાથી મોત થયું હોય. જો કે મોતનું કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. કેવડિયા પોલીસએ આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
Surat News : હિટ એન્ડ રનની ધટનામાં એકનું મોત, અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત
Accident: સુરતના માંગરોળના પીપોદ્રા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે.
સુરતના માંગરોળના પીપોદ્રા ગામે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માસૂમ બાળકનું મોત નિપજ્યું છે. ઘટના ગઇકાલ સાંજની છે.અહીં બાઇક પર પતિ-પત્ની અને 7 વર્ષનું બાળક જતું હતું. આ સમયે અચાનક જ પૂરપાટ ઝડપે આવતા વાહને બાઇકને ટક્કર મારતા 7 વર્ષના માસૂમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઇ ગયો હતો.
Surat: સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતો હોમિયોપેથી ડોક્ટર રંગે હાથ ઝડપાયો, બે મહિનાથી ક્લિનિક પર રખાતી હતી નજર
સુરતમાં પર્વત પાટિયાનો હોમિયોપેથી ડોક્ટર ટેબ પર ગર્ભપરીક્ષણ કરતા ઝડપાયો હતો. મળતી જાણકારી અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ક્લિનિકમાંથી પોર્ટેબલ ટેબ તેમજ જેલી સહિતનો સામાન કબ્જે કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.
લાભુબા કોમ્પલેક્સના બ્રહ્મા ક્લિનિકમાં ગર્ભપરીક્ષણ કરાતું હોવાની ફરિયાદ મળતા આરોગ્ય વિભાગની ટીમે સતત 2 મહિનાથી ક્લિનિક પર વોચ ગોઠવી હતી. ક્લિનિક પર દરોડા પાડીને ડો.રાજેશ બી. ધોળિયા મહિલાને હેન્ડી પોર્ટેબલ ટેબલેટની મદદથી સોનોગ્રાફી કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી ડો.રાજેશ સોનોગ્રાફીની લાયકાત ધરાવતો નથી. તેની પાસેથી અનરજિસ્ટર્ડ હેન્ડી પોર્ટેબલ ટેબલેટ મળી આવ્યું હતું.