શોધખોળ કરો

ખેડૂતોના ધરણાંનો આવ્યો સુખદ અંત, તંત્ર તરફથી આપવામાં આવી આ ખાતરી

બનાસકાંઠા: ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર તેમને ઓછા કલાકો વીજળી આપે છે. જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો ધરણાં પર પણ બેઠા હતા.

બનાસકાંઠા:  ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે. ખેડૂતોનો આરોપ છે કે સરકાર તેમને ઓછા કલાકો વીજળી આપે છે. જેને લઈને ખેડૂતો ધરણાં પર પણ બેઠા હતા. જો કે દિયોદરના વખા ખાતે સાત દિવસથી ધરણા પર બેઠેલા ખેડૂતોએ આજે ધરણા સમાપ્ત કર્યા છે. આ અંગે વિજકર્મીઓએ લેખિત બાહેંધરી આપતા ધરણાં સમેટવામાં આવ્યા છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પિયત માટે આઠ કલાક વીજળી આપવાની લેખિત ખાતરી મળ્યા બાદ ધરણાં સમેટવામાં આવ્યા છે.  જો કે ધરણાં સમાપ્ત કરતા સમયે કહ્યું કે, જો લેખિતમાં બાંહેધરી આપ્યા બાદ જો વીજ કાપ આપવામાં આવશે તો ફરી ધરણાં પર ઉતરશું.

25 માર્ચે કિસાન સંઘે આપ્યું હતું અલ્ટિમેટમ

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અપૂરતી વીજળી (power issue)ને લઈને ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે. આ મામલે હવે ભારતીય કિસાન સંઘ (Bharatiy Kisan Sangh) પણ મેદાને આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે હુંકાર કર્યો છે. ભારતીય કિસાન સંઘે આ મુદ્દે રાજ્યના ઉર્જા મંત્રી  કનુ દેસાઈને પત્ર લખ્યો હતો. કિસાન સંઘે રાજ્યવ્યાપી કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી. કિસાન સંઘે કહ્યું કે હવે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે.  શું સરકાર આનાથી પણ વિકરાળ સ્થિતિ નું નિર્માણ કરવા માંગે છે ?

કિસાન સંઘે લખેલા પત્રમાં કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતીમાં ખેડૂતો વિજળીથી ત્રાહિમામ પોકારી ગયા છે.ભૂતકાળની પરિસ્થિતી પૂનઃનિર્માણ થઈ રહી છે.ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે ઉભા પાકો બળી રહયા છે.શુ હજુ પણ આપણી સરકાર આનાથી પણ વિકરાળ પરિસ્થિતીનું નિમાર્ણ કરવા માગે છે કે કેમ ? તાલુકા અને જીલ્લા સ્તરના કાર્યકર્તાઓ સ્થિતીને અનુરૂપ કાર્યક્રમો કરી રહયા છે.આ ગંભીર સ્થિતીને હવે લાંબો સમય ચલાવી શકાય તેમ નથી.

કિશાન સંઘે કહ્યું હતું કે, આગામી 72 કલાકમાં સ્થિતીમાં સુધારો નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ ઘ્વારા નાછૂટકે સમગ્ર ગુજરાતમાં કાર્યક્રમો કરવાની ફરજ પડશે અને તે વખતે જે તે સ્થિતીનું નિમાર્ણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે અત્યારે હાલ પણ ગુજરાતમાં ખેડૂતો કિસાન સંઘના નેજા હેઠળ સતત વિજળી લેવા માટે સબસ્ટેશનો આગળ પોતાનો પાક ઘાસચારો બચાવવા ઘરણાંમાં બેઠા છે.એમના ઉપર જો કોઈ પોલીસ દમન કરવામાં આવશે તે સાંખી લેવામાં આવશે નહીં.વર્તમાન સરકાર અને જે તે વખતની તત્કાલીન સરકાર કિસાન સંઘના કાર્યક્રમોથી વાકેફ જ છે.તો તુરંત જ સહકારથી સરકાર આગળ વધે .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Accident : દેવ દિવાળીએ ગુજરાતમાં માતમ, અલગ અલગ 3 અકસ્માતમાં 8ના મોતPorbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: PM મોદીના વિમાનમાં આવી ટેકનિકલ ખામી, એક્શનમાં PMO,દિલ્હીથી મોકલવામાં આવ્યું એરફોર્સનું પ્લેન
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Jharkhand Election: ઝારખંડમાં રોકવામાં આવ્યું રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર, ATC એ ન આપી ઉડવાની પરવાનગી
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Champions trophy: ભારતના આકરા વિરોધ બાદ ICCએ ચેમ્પિયન ટ્રોફીને લઈને લીધો મોટો નિર્ણય, પાકિસ્તાનને લાગ્યો ઝટકો
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે
Maharashtra Elections: મહારાષ્ટ્રમાં સભા ગજવશે સીએમ ભૂપેન્દ્ર પટેલ,ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે કરશે "ચાય પે ચર્ચા"
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
Embed widget