શોધખોળ કરો

જૂનાગઢ: લગ્નની તારીખ નક્કી થયા બાદ યુવતીએ ગટગટાવ્યું ઝેર, આ કારણે કર્યો આપઘાત, જાણો શું છે મામલો

જૂનાગઢના એક ગામડામાં ખુશીનો પ્રસંગ શોકમાં બદલી ગયો, લગ્નની તારીખ નક્કી થયા બાદ યુવતી ગટગટાવ્યું ઝેર

 જૂનાગઢના ટીટોળી ગામમાં પણ એક કરૂણ ઘટના સામે આવી છે. અહીં લગ્નની તારીખ નક્કી થયા બાદ યુવકે અચાનક જ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ જીવન ટૂંકાવી દીધું. એક બાજુ લગ્નની તારીખ નક્કી થતાં પરિવારમાં ખુશીનો માહોલ હતો અને પરિવાર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ સમયે અચાનક જ યુવકે  લગ્નની ના પાડતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. આ બધાની વચ્ચે યુવતી પણ આ આઘાત સહી ન શકતા ઘાતકી પગલું ભરતાં ઝેર પીને જીવન ટૂંકાવી દીધું. યુવતીએ આપઘાત પહેલા 2 પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી. પોલીસે આ સુસાઇડ નોટને કબ્જે કરી છે. સુસાઇડ પરથી જાણવા મળ્યું છે કે, યુવતીના સાસરિયા પક્ષ પાસેથઈ પાંચ તોલા સોનુ આપવાની વાત હતી જો કે સાસરી પક્ષના લોકોએ સોનુ આપવાનો ઇન્કાર કરતા બંને પરિવાર વચ્ચે બોલાચાલી થઇ હતી અને આખરે સગપણ તૂટી ગયું હતું. આ બધાના કારણે આઘાતમાં સરી પડેલ લગ્નવાંછુક કન્યાએ ઝેર પીને જીવન ટૂંકાવી દીધું, સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિવારોના સભ્યોની પૂછપરછ હાથ ઘરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વલસાડમાં જેલમાં કેદીની  અચાનક તબિયત લથડતાં દોડધામ, ખેંચ  બાદ આરોપીનું મોત

તો બીજી તરફ વલસાડ જેલમાં કેદીના મોતની ઘટના બની છે. દિનેશ રાઠોડ નામનો શખ્સને ખેંચ આવતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. દિનેશ રાઠોડ જુગારનો આરોપી છે. દિનેશ રાઠોડને આંકડા ફેરનો જુગાર રમતા પોલીસે ઝડપી લીધો હતો. હજુ ગઇ કાલે બપોરે કેસ કરી ગ્રામ્ય પોલીસ મથકે લવાયો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આરોપીને  અચાનક ખેંચ આવતા જુગારના આરોપીને દિનેશ રાઠોડને તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તેનો જીવ ન બચાવી શકાયો અને  સારવાર પહેલા જ તેમનુ મોત થઇ ગયું. આરોપીનું જેલમાં મોત થતાં  આરોપીના પરિવાર સહિતના આસપાસના લોકો લે ગ્રામ્ય પોલીસ મથકે પહોંચ્યા હતા. જેલમાં કેદીના મોતથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થયા છે.

પાનમ ડેમમાં એક જ પરિવારના બે યુવકો સહિત ત્રણ આશાસ્પદ યુવક ડૂબી જતાં મૃત્યુ,

પંચમહાલના પાનમ ડેમ નજીકની કેનાલમાં ફરવા જવું ત્રણેય યુવકને ભારે પડ્યું, એક યુવકને બચાવવા જતાં ત્રણેય આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો.પંચમહાલના પાનમ ડેમ નજીક કેનાલમાં ડૂબી જતા ત્રણ યુવકના કરૂણ મોત નિપજ્યાં છે. આશાસ્પદ યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્રણ યુવક અહી ફરવા માટે ગયા હતા. એકનો પગ લપસી જતાં અન્ય બે યુવકો તેમને બચાવવા જતાં ત્રણય ડૂબી ગયા હતા. ત્રણેય મૃતક લુણાવાડાના કોઠંબાના વતની હોવાનું ખૂલ્યું છે. ત્રણમાંથી અન્ય બે યુવકો સગાભાઇ હોવાથી પરિવારમાં એક જ પરિવારના બંને યુવકની અર્થી એક સાથે અર્થી ઉઠી, ત્રણેય મૃતક લુણાવાડાના કોઠંબાના વતની હોવાનું ખૂલ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનની ભૂંડી હાર, બહાર થવાનો ખતરો પણ મંડરાયો
PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનની ભૂંડી હાર, બહાર થવાનો ખતરો પણ મંડરાયો
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની  જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
આ તારીખે યોજાશે ABP નેટવર્કની Ideas of India Summit 2025, જાણો વિગતે
આ તારીખે યોજાશે ABP નેટવર્કની Ideas of India Summit 2025, જાણો વિગતે
Rekha Gupta Net Worth: કોણ છે રેખા ગુપ્તા જે બનશે દિલ્હીના નવા સીએમ, જાણો તેમની સંપત્તિ અને કાર કલેક્શન
Rekha Gupta Net Worth: કોણ છે રેખા ગુપ્તા જે બનશે દિલ્હીના નવા સીએમ, જાણો તેમની સંપત્તિ અને કાર કલેક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શાળા કે શરાબીઓનો અડ્ડો?Hun To Bolish: હું તો બોલીશ : કલેક્ટર સામે નેતાજીનો મોરચો કેમ?Viramgam Paddy Scam: વિધાનસભા બહાર ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, વિરમગામના ધારાસભ્ય પર લગાવ્યા આરોપAmreli News: અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પરણિતાની હત્યાથી હડકંપ મચી ગયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનની ભૂંડી હાર, બહાર થવાનો ખતરો પણ મંડરાયો
PAK vs NZ: ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનની ભૂંડી હાર, બહાર થવાનો ખતરો પણ મંડરાયો
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની  જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
Delhi CM: દિલ્હીના નવા સીએમના નામની જાહેરાત, ચોંકાવનારું નામ આવ્યું સામે
આ તારીખે યોજાશે ABP નેટવર્કની Ideas of India Summit 2025, જાણો વિગતે
આ તારીખે યોજાશે ABP નેટવર્કની Ideas of India Summit 2025, જાણો વિગતે
Rekha Gupta Net Worth: કોણ છે રેખા ગુપ્તા જે બનશે દિલ્હીના નવા સીએમ, જાણો તેમની સંપત્તિ અને કાર કલેક્શન
Rekha Gupta Net Worth: કોણ છે રેખા ગુપ્તા જે બનશે દિલ્હીના નવા સીએમ, જાણો તેમની સંપત્તિ અને કાર કલેક્શન
Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના  મોટા ખુલાસા
Payal Hospital: પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે 3 આરોપીની અટકાયત,આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ, પોલીસના મોટા ખુલાસા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
Karnataka: MUDA કેસમાં CM સિદ્ધારમૈયા અને તેમની પત્નીને ક્લીનચીટ, લોકાયુક્ત પોલીસનો દાવો, કોઈ પુરાવા ન મળ્યા
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
દિલ્હીના મુખ્યમંત્રીના નામની જાહેરાત કોણ કરશે? ભાજપે આ બે દિગ્ગજ નેતાઓને સોંપી જવાબદારી
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla  એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
કિંમત 21 લાખથી પણ ઓછી ! Tesla એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરી શકે છે પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.