શોધખોળ કરો

કોરોનાકાળમાં સરકારી કર્મચારીઓ માટે રૂપાણી સરકારે શું લીધો  મહત્વનો નિર્ણય ? જાણો વિગત

 જો કોઈ કર્મચારી (employees) કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસની ખાસ રજા આપવામાં આવશે. એટલું જ નહીં. જો કોઈ કર્મચારીની રજા જમા નહીં હોય તો પણ તેને આ ખાસ રજા અપાશે.

ગાંધીનગરઃ  રાજ્યમાં ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યામાં આજે અત્યાર સુધીના સૌથી વધુ કોરોના વાયરસના (Coronavirus) કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona)સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ત્યારે આ કોરોનાકાળમાં સરકારી કર્મચારીઓ (employees)  તથા તમામ પ્રકારના કરાર આધારિત કર્મચારીઓ માટે રાજ્ય સરકારે (Gujarat government) મહત્વનો નિર્ણય કર્યો છે.
 
વિજય રૂપાણી સરકારે જાહેરાત કરી છે કે,  જો કોઈ કર્મચારી (employees) કોરોના સંક્રમિત થશે તો તેમને 10 દિવસની ખાસ રજા આપવામાં આવશે. એટલું જ નહીં. જો કોઈ કર્મચારીની રજા જમા નહીં હોય તો પણ તેને આ ખાસ રજા અપાશે. 10 દિવસની રજાનો લાભ ફિક્સ પગારના કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓને પગાર સાથે આપવામાં આવશે. 

રાજ્યમાં 1 એપ્રિલથી 45થી વધુ વયના લોકોને અપાશે વેક્સિન 

રાજ્યમાં પહેલી એપ્રિલથી 45થી વધુ વયના લોકોને વેક્સિન ( Corona Vaccine) આપવાની શરુઆત થશે. 2 હજાર 500 કેંદ્ર પર કાલથી વેક્સિનેશનની વ્યવસ્થા કરાઇ છે. આ રસીકરણ અભિયાનમાં જોડાવવા મુખ્યમંત્રીએ સંસ્થાઓને પણ અપીલ કરી.. સંતો, અને સામાજીક સંસ્થાઓની સાથે ઉદ્યોગપતિઓને પણ આગ્રહ કર્યો. સાથે જ જનતાને ગાઇડલાઇંસના પાલન સાથે વેક્સિન પર ભરોસો મુકી રસી લેવા લોકોને અપીલ કરી.

ગુજરાતમાં આજે કેટલા કેસ નોંધાયા ? 

રાજ્યામાં એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કોરોના વાયરસના (Coronavirus) કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2360 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 9 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 2004 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,90,569  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

રાજ્યામાં ચિંતાજનક વાત એ છે કે, એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 12610 પર પહોંચ્યો છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 12458 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.43 ટકા પર પહોંચ્યો છે. 

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

આજે અમદાવાદ કોર્પોરેશન (AMC)માં 3,  સુરત કોર્પોરેશન(SMC)માં 3, ખેડામાં 1, મહીસાગર-1  અને વનડોદરા કોર્પોરેશનમાં  1 મોત સાથે કુલ 9  લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4519 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Embed widget