શોધખોળ કરો

ગુજરાતમાં ખાનગી સ્કૂલોની ફી માફી અંગે આજે હાઈકોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા

સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યૂલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે.

અમદાવાદઃ રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી વિવાદમાં આજે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે. સ્કૂલ ફી વિવાદમાં શાળા સંચાલકોએ ગુજરાત હાઈકોર્ટમાં ગુરૂવારે સોગંદનામું કરીને 25 ટકા માફીની ફોર્મ્યૂલાનો વિરોધ કર્યો છે પણ હાઈકોર્ટે વાલીઓને રાહત આપવાની તરફેણ કરી છે. જોકે, હાઈકોર્ટના ચુકાદા પર સૌની નજર છે. આ અરજી પર ચીફ જસ્ટિસની ખંડપીઠમાં સુનાવણી થશે. સ્કૂલ ફી વિવાદના મુદ્દે શાળા સંચાલકોએ સરકારની સમાધાન ફોર્મ્યૂલા સ્વીકાર્ય ન હોવાનું સોગદનામું કર્યું છે. તેમનો દાવો છે કે, ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની મંજૂર ફીનો વધારો જતો કરવા અમે તૈયાર છીએ ત્યારે 25 ટકા ફી માફી વધારે છે. સંચાલકોએ ગયા વર્ષની ફી યથાવત રાખી 5 ટકાથી 12 ટકા રાહત આપવાની તૈયારી બતાવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના કેસ ટુ કેસ બેઝ પર ફી માફીની પણ તૈયારી દર્શાવી છે. તાજેતરમાં રાજસ્થાન હાઈકોર્ટે 30 ટકા ફી માફીનો ચુકાદો આપ્યો હતો તેના કારણે પણ ગુજરાતામં ફી માફી મળશે તેવી આશા છે. લોકડાઉનના કારણે શાળાઓ બંધ હતી તેથી પૂરેપૂરી ફી માગતી સ્કૂલો સામે વાલીઓનો વિરોધ છે ત્યારે ખાનગી શાળાઓની ફી અંગે રાજસ્થાન હાઇકોર્ટે મોટો ચૂકાદો આપતાં કહ્યું હતું કે. ખાનગી સ્કૂલ ફીનું માત્ર 70 ટકા પેમેન્ટ લઇ શકાશે. આ ઉપરાંત સ્કૂલમાં ભણનારાં વિદ્યાર્થીઓનાં માતા પિતા ફીની ચૂકવણી આગામી વર્ષે 31 જાન્યુઆરી સુધી ત્રણ હપ્તામાં કરી શકશે. આ ચૂકાદો રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ એસ પી શર્માએ આપ્યો છે. ગુજરાતમાં પણ ખાનગી સ્કૂલોની ફી અંગે વિવાદ છે ત્યારે આ ચુકાદો ગુજરાત માટે પણ મહત્વનો સાબિત થઈ શકે છે. રાજસ્થાન સરકારે પણ ગુજરાતની વિજય રૂપાણી સરકારની જેમ કોરોના દરમિયાન શાળા બંધ થઇ ત્યારથી ફી ન વસૂલવા માટે સ્કૂલોને આદેશ આપ્યો હતો. રાજસ્થાન સરકારના આદેશને પડકારતી પ્રાઇવેટ સ્કૂલોની અપીલ પર હાઇકોર્ટે આ આદેશ આપ્યોછે. લગભગ 200 સ્કૂલોએ ત્રણ અલગ અલગ અરજી કરીને રાજસ્થાન સરકારના આદેશને પડકાર્યો હતો. રાજ્ય સરકારના આદેશના લીધે પ્રાઇવેટ સ્કૂલ ફી લઇ શકતી ન હતી. કોરોના સંકટના લીધે રાજસ્થાન સરકારે પ્રાઇવેટ સ્કૂલો ખુલે ત્યાં સુધી ફી વસૂલવા પર રોક લગાવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget