ધોમ ધખતા તાપમાં તપવા રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી હિટવેવની આગાહી
ઉનાળાની શરૂઆત થતા જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગે 25 માર્ચથી 3 દિવસ હિટવેટની આગાહી કરી છે. જેથી લોકો વધુ આકરો તાપ સહન કરવો પડશે.
અમદાવાદ: ઉનાળાની શરૂઆત થતા જ લોકોને આકરા તાપનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં હવે હવામાન વિભાગે 25 માર્ચથી 3 દિવસ હિટવેટની આગાહી કરી છે. જેથી લોકો વધુ આકરો તાપ સહન કરવો પડશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, જૂનાગઢ જીલ્લામાં હીટવેવની આગાહી
કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે શુક્રવારથી તાપમાનનો પારો 2થી 4 ડિગ્રી સુધી વધશે. તો આજે રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટ, જૂનાગઢ અને અમરેલી શહેરમાં નોંધાઈ છે.
તો બીજી તરફ આજે ગીરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. જો કે, આ વાદળોને કારણે કઠોળના પાકોમાં નુકશાન થવાની ભીતિ છે. જેમા મગ, અડદ, કેસર કેરી સહિતના પાકોને નુકશાન થઈ શકે છે. વાદળોને જોઈ જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. નોંધનિય છે કે આ પહેલા તાઉતે વાવાઝોડાને કારણે આંબા વૃક્ષ ધરાશાયી થતા ખેડૂતોને ભારે નુકશાન થયું હતું. હવે આવું વાદળછાયું વાતાવરણ રહેશે અથવા કમોસમી વરસાદ થશે તો જગતના તાતને પડ્યા પર પાટું જેવો ઘાટ થશે.
ચણાની ખરીદીને લઈને વિવાદ
હારીજ: પહેલા મગફળીની ખરીદીમાં વિવાદ થયો હતો અને હવે ચણાની ખરીદીને લઈને વિવાદ સામે આવ્યો છે. હારીજમાં ટેકાના ભાવે ચણાની નોંધણી અને ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે હારીજ APMCના ચેરમેન સામે, APMCના પુર્વ ચેરમેન અને ડિરેક્ટરો સાથે હારીજ શહેર પ્રમુખે ગુજકોમાસોલ રજૂઆત કરી છે. હારીજ વિસ્તારમાં ગેરરીતિ બાબતે ગુજકોમાસોલના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. નોંધનિય છે કે, હારીજ APMCના ચેરમેન ભગવાનભાઈ ચૌધરી ધી હારીજ તાલુકા ખેત ઉત્પાદન ખરીદ વેચાણ મંડળીનું સંચાલન કરે છે. તો બીજી તરફ ચેરમેન ભગવાનભાઈ ચૌધરી સામે લાગ્યા ગેરરીતિના આરોપ લાગ્યા છે.
APMCમાં આવેલ ચેરમેન પોતાની પેઢીમાં ખરીદી અન્ય ખેડૂતો પાસેથી ખરીદેલા ચણા અન્ય ખેડૂતોના નામે ટેકાના ભાવે ચણા વેંચતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભગવાનભાઈ ચૌધરીના ગામ સાંકરા એક પણ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવેલ નથી છતાં 85 ખેડૂતોની નોંધણી થઈ હોવાની વાત સામે આવી છે. જ્યારે એબીપી અસ્મિતાની ટીમે હારીજના જુના માંકા ગામના ખેડુત ગોવિંદભાઇને ટેકાના ભાવે ચણા વેચવા માટેની નોંધણી કરાવી છે કે નહીં તે બાબતે પૂછતા ગોવિંદભાઈ કયું હતું કે મેં ચણાનું વાવેતર જ નથી કર્યું તો નોંધણી ક્યાંથી કરાવુ. તો હવે સવાલ એ છે કે, ગોવિંદભાઈનો નોંધણીમાં 162 નંબર આવ્યો ક્યાંથી?