Rain Forecast: ફરી રાજ્ય પર માવઠાનું સંકટ, 10 એપ્રિલ બાદ રાજ્યના આ જિલ્લામાં થશે કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે તો 10 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવતા કેટલાક દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે
Rain Forecast: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ગગડતાં ગરમીથી રાહત મળી છે. જો કે આગામી પાંચ દિવસ તાપમાનમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચે જતાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઇ શકે છે. 10 એપ્રિલ બાદ રાજ્યમાં વાતાવરણમાં પલટો આવવાના સંકેત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ
10 અને 11 એપ્રિલ પ્રિ મોન્સુન એકટીવીટી ના પગલે અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. 10 એપ્રિલ દાહોદ, છોટઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે. 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ મહીસાગર, નર્મદા અને છોટા ઉદેપુરમાં હળવો વરસાદ થઇ શકે છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં ત્રણથી 4 ડિગ્રીનો વધારો થતાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જઇ શકે છે. પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડશે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાનો અનુમાન છે.
છેલ્લા સપ્તાહથી તાપમાનનો પારો નીચે જતાં કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળી છે.ગુરૂવારે રાજ્યના 12 શહેરોમાં તાપમાન 36 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હવામાન સુકુ રહેશે, 3 દિવસ બાદ તાપમાનમાં વધારો થતાં તાપમાન 40 ડિગ્રીને પાર જઇ શકે છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે છે.
10 રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મેદાની વિસ્તારો ધરાવતાં ઘણાં રાજ્યોમાં ગરમીની લહેર પણ આવવાની આગાહી કરવામાં આવી છે,ભારતના હવામાન વિભાગે દેશના ઘણા રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ અને હીટવેવની સ્થિતિની આગાહી કરતી આગાહી કરી છે. IMD એ હવામાનની આગાહીમાં એમ પણ કહ્યું હતું કે દેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અને ઘણી જગ્યાએ ઊંચા તાપમાનની શક્યતા છે. ખાસ કરીને મેદાની વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના બુલેટિન અનુસાર, 7 એપ્રિલ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં વિવિધ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ રહેશે. આ રાજ્યોના વિવિધ ભાગોમાં રાત્રિના સમયે પણ સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની શક્યતા છે. જેના કારણે લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.